ઉત્તરકાશીના થરાલી ગામમાં ગંગોત્રી ધામ નજીક વાદળ ફાટવાથી શક્તિશાળી ભૂસ્ખલન થયું, જેના કારણે એક નાળું છલકાઈ ગયું. પ્રવાસીઓએ નાટકીય દ્રશ્યો કેદ કર્યા.
ધારાલીના ઊંચાઈવાળા ગામોમાં વાદળ ફાટવાથી અચાનક પૂર આવ્યા બાદ ઓછામાં ઓછા 50 લોકો ગુમ થયા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
- Advertisement -
હજુ સુધી કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયું નથી, અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે
ઉત્તરાખંડમાં ચોમાસાના વરસાદથી શાળાઓ બંધ અને નદીઓના સ્તરમાં વધારો થવાથી ભારે હાલાકી
ભયાનક દ્રશ્યો કેમેરામાં કેદ થયા
- Advertisement -
ઉત્તરકાશીના ધારાલી ગામમાં વાદળ ફાટ્યા બાદ પૂરના રૂપમાં ડુંગરમાંથી ઘણો કાટમાળ નીચે આવ્યો હતો. જેના કારણે ઘણા લોકો દટાયા હોવાની શક્યતા છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમા જોઈને ખ્યાલ આવે છે કે આ પૂર કેટલું ભયાનક હતું. આ દ્રશ્ય જોઈને લોકો ચીસો પાડવા લાગ્યા. આ વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે લોકોમાં ડરનો માહોલ છે.
વહીવટીતંત્રે તમામ લોકોને સલામત રહેવાની સલાહ આપી છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી શાર્દુલ ગુસૈને જણાવ્યું હતું કે ‘બચાવ ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.’
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે ‘યુદ્ધના ધોરણે મોટા પાયે બચાવ કામગીરી ચાલી રહી છે.’ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી શાર્દુલ ગુસૈને જણાવ્યું હતું કે ‘બચાવ ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.’ ભૂસ્તરશાસ્ત્રીઓના જમાવ્યાનુસાર, વાદળ ફાટવું એ એક કુદરતી પ્રક્રિયા છે, પરંતુ નદી કિનારે વાદળ ફાટવાની ઘટના ભારે તબાહી મચાવી શકે છે.