ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ શ્રેણી દર્શકો માટે ખૂબ યાદગાર રહી હતી. હવે ઈંગ્લેન્ડ પ્રવાસ પછી, ટીમ ઈન્ડિયાના આગામી ક્રિકેટ શેડ્યૂલ પણ જાણી લો
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી 5 ટેસ્ટ મેચોની શ્રેણી દર્શકો માટે ખૂબ જ રોમાંચક સાબિત થઈ હતી. નવા કેપ્ટન શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમે બહુ જ સરસ રમ્યા છે, જો કે મોટી સંખ્યામાં અનુભવીઑની ગેરહાજરી હોવા છતાં શ્રેણી 2-2થી ડ્રો કરીને જીત મેળવી છે. ખાસ કરીને અંતિમ ટેસ્ટ મેચ યાદગાર રહી હતી જેમાં ભારતે અંતિમ દિવસે માત્ર 6 રનથી જીત મેળવી ઈતિહાસ રચ્યો હતો. હવે ભારતનો ઇંગ્લેન્ડ પ્રવાસ હવે પૂરો થવા આવ્યો છે અને દરેક ચાહક એ જ જાણવા માંગે છે કે હવે ટીમ ઈન્ડિયા ક્યારે મેદાનમાં જોવા મળશે અને આગામી મેચો કઇ હશે, તો અમે તમને જણાવીશું ભારતની આગામી મેચ ક્યારે હશે.
તમને જણાવી દઇએ કે ઇંગ્લેન્ડ પ્રવાસ પછી, ઓગસ્ટ 2025 માટે કોઈ સત્તાવાર મેચ જાહેર કરવામાં આવી નથી. એવી શક્યતા હતી કે BCCI શ્રીલંકા પ્રવાસનું આયોજન કરે, પરંતુ હાલ તેની કોઇ પુષ્ટિ થઈ નથી. એટલે જ ખેલાડીઓને થોડા સમય માટે આરામ આપવામાં આવશે અને તેઓ પરિવાર સાથે સમય પસાર કરશે.
- Advertisement -
એશિયા કપમાં ભાગ
સપ્ટેમ્બર 2025માં ભારત એશિયા કપમાં ભાગ લેશે, જે UAEમાં 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર વચ્ચે T20 ફોર્મેટમાં રમાશે. આ ટૂર્નામેન્ટમાં એશિયાની ટોપની ટીમો વચ્ચે મેચ જોવા મળશે. એશિયા કપ પછી, ભારત ઓક્ટોબરમાં વેસ્ટ ઈન્ડીઝ સામે ઘરઆંગણે 2 ટેસ્ટ મેચ રમશે જે 2 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર વચ્ચે યોજાવાની છે.
ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ
- Advertisement -
વેસ્ટ ઈન્ડીઝ સામેની શ્રેણી બાદ, ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે જ્યાં તે 3 ODI અને 5 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. આ પ્રવાસ 19 ઓક્ટોબરથી 8 નવેમ્બર સુધી ચાલશે. આ મેચો T20 વર્લ્ડ કપ 2026ની મહત્વની ગણવામાં આવી રહી છે.
દક્ષિણ આફ્રિકા ભારતની મુલાકાત
ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ, 14 નવેમ્બરથી 19 ડિસેમ્બર વચ્ચે દક્ષિણ આફ્રિકા ભારતની મુલાકાત લેશે અને બંને દેશો વચ્ચે 2 ટેસ્ટ, 3 ODI અને 5 T20 મેચોની શ્રેણી રમાશે. આ શ્રેણી પછી ભારતની ટીમ થોડો વિરામ લેશે અને 11 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી 2026 દરમિયાન ન્યુઝીલેન્ડની ટીમ ભારત આવશે. જ્યાં બંને વચ્ચે 3 ODI અને 5 T20 મેચો રમાશે. આ તમામ બાદ મોટી ઇવેન્ટ એટલે કે T20 વર્લ્ડ કપ 2026 આવી જશે, જે ફેબ્રુઆરીથી શરૂ થઈને માર્ચ સુધી ચાલશે. આ વખતે ભારત અને શ્રીલંકા સાથે મળીને આ ટુર્નામેન્ટનું આયોજન કરશે.