મોબાઇલ ક્ષેત્રે અવ્વલ નામ ધરાવનાર ઉમિયા મોબાઇલ દ્વારા IPO લોન્ચ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મોબાઇલ ક્ષેત્રે અવલ નામ ધરાવતી રાજકોટની ઉમિયા મોબાઈલ લિમિટેડ મૂડી બજારમાં પ્રવેશ કરવાની જાહેરાત કર્યા બાદ કંપની અને પ્રમોટર દ્વારા આઈપીઓ લોન્ચ કરવામાં આવ્યો હતો. 66 રૂપિયાના રિટેલ પ્રાઇસ સાથે મૂડી બજારમાં પ્રવેશ કરનારી ઉમિયા મોબાઈલ લિમિટેડ કંપનીનો આજે કંપનીના માલિકો, સમાજ અગ્રણીઓ તેમજ બોમ્બે સ્ટોક એકસચેન્જના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે શાનદાર લિસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ઉમિયા મોબાઈલ લિમિટેડના આઇપીઓનું શાનદાર લીસ્ટીંગ થતાં જ ઉપસ્થિત તમામ આમંત્રિત લોકોએ અભિનંદન પાઠવ્યા હતા.
ઉમિયા મોબાઇલ લિમિટેડના માલિકો તેમજ પ્રમોટરો આ પ્રસંગે જણાવ્યું હતું કે અમારા માટે આ બહુ મોટી વાત છે કે અમારી કંપનીએ સફળતાપૂર્વક મૂડી બજારમાં પ્રવેશ કર્યો છે. છેલ્લા 20 વર્ષથી કંપનીએ જે ઉતરોતર પ્રગતિ કરી હતી તેના પરિણામ સ્વરૂપે અમોએ આ વર્ષે મૂડી બજારમાં પ્રવેશ કર્યો છે અને આજે શાનદાર લિસ્ટિંગ થતાં અમારા માટે આ ઘડી ગૌરવ રૂપ ઘડી બની રહી છે. કંપની વિશે વાતચીત કરતા ઉમિયા મોબાઈલ લિમિટેડના બંટીભાઈ પટેલે જણાવ્યું હતું કે 2005માં સ્થાપિત થઈ અને 2012માં ઉમિયા મોબાઈલ પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવી, મોબાઈલ સ્માર્ટફોન મોબાઈલ એસેસરીઝ ક્ધઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ આઇટમોમાં વિશેષતા ધરાવતી અગ્રણી મલ્ટી બ્રાન્ડ રિટેલ કંપની છે ઉમિયા મોબાઇલ લિમિટેડમાં અનેક વૈશ્વિક કંપનીના મોબાઇલ સહિતનું વેચાણ કરે છે તેના ઇલેક્ટ્રોનિકસ સેગમેન્ટમાં નામી બ્રાન્ડના સ્માર્ટ ટીવી એર કન્ડિશન્ડ, રેફ્રિજરેટર અને કુલરનો સમાવેશ થાય છે. કંપની નિર્ધારિત બ્રાન્ડ ભાગીદારી માપદંડો હેઠળ નાના વિક્રેતાઓ માટે ઉમિયા માય ફોન અને ફોન પ્લસ જેવા ઇન હાઉસ લેબલનો પણ પ્રચાર કરે છે.
કંપની વિશે વાત કરીએ તો 31 માર્ચ 2025 સુધીમાં કંપની દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્રમાં 219 સ્ટોર ચલાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં એક સ્ટોર, પશ્ચિમ ભારતમાં ઉમિયા મોબાઇલની મજબૂતી એ જ દર્શાવે છે. ઉમિયા મોબાઈલ લિમિટેડનો આઇપીઓ 28 તારીખે ખુલ્યો હતો અને 30 જુલાઈના બંધ થયો હતો 24.88 કરોડના આઇપીઓમાં કુલ 37,70,000 શેર વેચાણ માટે ઓફર કરવામાં આવ્યા હતા. જેમાં ન્યૂનતમ બોલી 4,000 શેર માટે 2,64,000 રાખવામાં આવી હતી. કંપની છેલ્લા દસ વર્ષથી ઉતરોતર પ્રગતિ કરતી આવે છે. 2023ના નાણાકીય વર્ષની સરખામણીમાં 2024 અને 2025ના વર્ષમાં પણ કંપનીએ શાનદાર માઇલ સ્ટોન એચિવ કર્યા છે. કંપનીના પ્રમોટર તરીકે કિશોરભાઈ પ્રેમજીભાઈ જાદવાણી, ગીરીશભાઈ પ્રેમજીભાઈ જાદવાણી અને વિજેશ પ્રેમજીભાઈ પટેલ સામેલ છે.