ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
છેલ્લા બે વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઙવઉ એન્ટ્રેસ પરીક્ષા રદ કરવામાં આવી છે, જેના કારણે હજારો વિધાર્થીઓના ભવિષ્ય મુશ્કેલીમાં મુકાય ગયા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ તમામ વિધાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યું છે. ગુજરાત રાજ્યની અન્ય સરકારી યુનિવર્સિટીઓમાં જો ઙવઉની એન્ટ્રેસ પરીક્ષા લેવામાં આવતી હોય અને ખાસ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયા દ્વારા પણ હાલમાં જ પીએચડી એન્ટ્રેસ પરીક્ષા આપીને ઙવઉમાં એડમિશન લીધુ હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શા કારણોસર ઙવઉની એન્ટ્રેસ પરીક્ષા રદ કરવામાં આવી? જે ખૂબ મોટો સવાલ છે આ નિર્ણયથી હજારો વિધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે માટે અમારી ખાસ માંગણી છે કે આ વર્ષે તાત્કાલિક ધોરણે ઙવઉ એન્ટ્રેસ પરીક્ષા ફરી શરૂ કરવામાં આવે. જેથી સૌરાષ્ટ્રભરના હજારો વિધાર્થીઓને તેનો લાભ મળે અને તેઓને આ મુશ્કેલીમાંથી રાહત મળે.
- Advertisement -
ઉપરોક્ત વિષય અન્વયે કુલપતિને બે વખત રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પણ નિર્ણય કરવામાં આવ્યો નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા એક દોઢ મહિનામાં વિધાર્થી હિતનો એક પણ કાર્યક્રમ કરવામાં કુલપતિને કોઈ રસ નથી જ્યારે જ્યારે માત્રને માત્ર છજજ અને ભાજપને કઈ રીતના ફાયદો થાય તે માટેના કાર્યક્રમો અવારનવાર કુલપતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરી અને અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને રાજકીય અખાડો બનાવવાનું કામ એ આ કુલપતિ કરી રહ્યા છે તેનો અમે વિરોધ કરી રહ્યા છે તેમ ગુજરાત પ્રદેશ ગજઞઈંના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યુ હતુ. જો કે ગજઞઈંના ઉગ્ર વિરોધ બાદ અંતે કુલપતિ ઝૂક્યા હતા અને જે વિષયમાં ગઊઝ અને ૠજઊઝ પાસ થયેલા વિદ્યાર્થીઓ નથી તે વિષયોમાં પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષા લેવા માટેનો નિર્ણય કરાયો છે. આ કાર્યક્રમમાં વૈશાલીબેન રાઠોડ, હિરલબા રાઠોડ, ગૌરવ ખીમસુરીયા, મહિપાલ ચૌહાણ, જયદિપ મિયાત્રા, મયુરી પુરોહિત, વિશાલ રાઠોડ, મકવાણા રોહિત, મકવાણા રવિ, મકવાણા પ્રશાંત, ધ્રુવીલ રાઠોડ, રીતેશ રબારી, ખુશાલ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.
સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ પાસ કરી ન હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે: કુલપતિ
આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, જે વિષયોમાં નેશનલ એલિજિબિલિટિ ટેસ્ટ કે સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ પાસ કરેલા વિદ્યાર્થીઓ નહીં હોય એવા વિષયોમાં આ વર્ષે પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે, જે આગામી દોઢ મહિનામાં લેવાઈ જશે.