મૂળ રાજકોટની અને હાલ મુંબઈ ખાતે રહેતી ડિજિટલ ક્રિએટર ક્રિસ્ટીના પટેલે પોતાના ફેસબુક ઉપર એક વિડીયો અપલોડ કર્યો છે. જે વીડિયોમાં તે પોતાના મોટા પપ્પા અને તેમના દીકરા પર આક્ષેપ કરી રહી છે. આટલું જ નહીં તેણે મોટા પપ્પા અને તેમના દીકરા સહિતના વ્યક્તિઓ પોતાની માતાને ધમકાવી રહ્યા હોય અને તેની માતા સાથે પણ અણછાજતું વર્તન કરી રહ્યા હોય તે પ્રકારના સીસીટીવી પણ જાહેર કર્યા છે. સાથે જ ક્રિષ્ટીના પટેલ દ્વારા રાજકોટ શહેર પોલીસ ઉપર આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. તેણે વીડિયોમાં જણાવ્યું કે, તેના મોટા પપ્પા ભારતીય જનતા પાર્ટીના આગેવાન હોવાના કારણે પોલીસ દ્વારા તેની માતાની ફરિયાદ લેવામાં નથી આવતી.
- Advertisement -
ક્રિષ્ટીનાની માતા અંજુ અમૃતિયાનો આક્ષેપ છે કે તેમના પતિના મૃત્યુ બાદ તેમના ભત્રીજા આનંદ અમૃતિયા સહિતના પરિવારજનો દ્વારા તેમના પતિની સ્વ ઉપાર્જિત મિલકત પચાવી પાડવામાં આવી છે. પરંતુ રાજકોટ શહેર પોલીસ કમિશનરને તે સંદર્ભે અરજી કર્યા બાદ પણ પોલીસ દ્વારા આજ દિવસ સુધી ફરિયાદ નોંધવામાં નથી આવી રહી.
ક્રિષ્ટીના અૃતિયાએ તેના મોટા પપ્પા અને જસદણ પ્રભારી દિનેશ અમૃતિયા પર આક્ષેપ કર્યો છે કે, તેઓ તેના મૃતક પિતાની મિલકત પચાવી પાડવા પ્રયાસ કરી રહ્યાં છે. તેણે યુવતીએ સોશિયલ મીડિયામાં રડતા રડતા પોસ્ટ મુકી મદદ માગી છે. મુંબઇ રહેતી દીકરીએ રાજકોટ પોલીસ પર આક્ષેપ કર્યા છે. મહિલાની જિંદગી જોખમમાં છતા ફરિયાદ નથી લેવાતી, મારા પિતાના સગા મોટા ભાઇ દાદાગીરી કરે છે. મિલકત પડાવવા ઘરમાં ઘુસી હુમલો કર્યો છે. મને અને મારી માતાને પરેશાન કરાય છે.