‘રાજદીપસિંહ કદાચ દાઉદ ઈબ્રાહિમનો દીકરો હોય તો પણ હું મારી નાંખું.’
રિબડા પેટ્રોલ પમ્પ પર ફાયરિંગ પછી હાર્દિકસિંહ જાડેજાની ‘ખાસ-ખબર’ સાથે વાતચિત
- Advertisement -
રાજદીપ સાથે મારે જૂની માથાકૂટ છે, ગોંડલવાળા કોઈને હું ઓળખતો નથી: હું આમ પણ મર્ડરમાં વૉન્ટેડ છું
રિબડામાં આવેલાં અનિરુદ્ધસિંહ જાડેજાનાં પરિવારનાં પેટ્રોલ પમ્પ પર ફાયરિંગ થયાની ઘટના પછી એ ફાયરિંગની જવાબદારી લેનાર હાર્દિકસિંહ જાડેજાએ ‘ખાસ-ખબર’ સાથેની ઍક્સ્લુઝિવ વ્હોટ્સઍપ્પ ટૉકમાં જણાવ્યું હતું કે, ‘રાજદીપ કદાચ દાઉદ ઈબ્રાહિમનો દીકરો હોય તો પણ હું તેને નહીં મૂકું! ફાયરિંગ મેં જ કરાવ્યા છે,
‘ખાસ-ખબર’ સાથેનાં વિડીયો કૉલમાં હાર્દિકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ‘અત્યારે બાપ-દીકરો (અનિરુદ્ધસિંહ- રાજદીપસિંહ) ફરાર છે પણ મારો મગજ છટકશે ત્યારે ગુજરાતનાં ઈતિહાસમાં સર્જાયો ન હોય તેવો હત્યાકાંડ રિબડામાં થશે.’
હાર્દિકસિંહે એમ પણ જણાવ્યું હતું કે, ‘રાજદીપ અને હું મિત્રો હતાં, આર.કે.સી.માં અમે સાથે ભણતાં હતાં. મારે એક વ્યક્તિ સાથે ડખ્ખો હતો ત્યારે રાજદીપે મને સમાધાન માટે બોલાવ્યો હતો. ગાડીમાં મને બેસાડીને તેણે કહ્યું કે, સામેની વ્યક્તિ બે-ચાર ફડાકાં મારે તો ખાઈ લેજે અને માફી માંગી લેજે! મેં ના પાડી તો રાજદીપનાં ડ્રાઈવર પીન્ટુ ખાટડીએ કહ્યું કે, ‘અમારો માર તો નસીબદારને જ ખાવા મળે! આ પીન્ટુ ખાટડીને પણ હું મૂકવાનો નથી.’
રાજદીપનાં ડ્રાઈવર પીન્ટુ ખાટડીને પણ હું મૂકવાનો નથી: હાર્દિકસિંહ
- Advertisement -
રીબડામાં અનિરૂધ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ
મોડીરાત્રે બે બુકાનીધારીનો બાઇક પર આવી હુમલો, હાર્દિકસિંહ જાડેજા નામના યુવકે હુમલો કરાવ્યાનો ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ખુલાસો: હાર્દિકસિંહે પિન્ટુ ખાટડીને પણ બેફામ ગાળો ભાંડી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રાજકારણમાં ફરી એકવાર તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે. 24 જુલાઈની રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ રીબડા ગામે આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાના ‘રીબડા પેટ્રોલિયમ’ પર બે અજાણ્યા બુકાનીધારી શકસે ફાયરિંગ કરતાં સનસનાટી મચી ગઈ છે. આ સમગ્ર ઘટના ઈઈઝટ કેમેરામાં કેદ થઈ છે, જોકે સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી એક સ્ટોરીથી આ મામલામાં નવો વળાંક આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે પેટ્રોલ પંપના કર્મચારીએ જયરાજસિંહ જાડેજા પર શંકા વ્યક્ત કરી છે. આ ઘટનાથી ફરી એકવાર ગોંડલ પંથકમાં જૂની અદાવતનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
ઘટના સમયે પેટ્રોલ પંપના કર્મચારી જાવેદ ખોખર ઓફિસમાં હાજર હતા. તેમના જણાવ્યા અનુસાર, તેઓ ઓફિસમાં બેઠા હતા ત્યારે અચાનક ફાયરિંગનો અવાજ આવ્યો. ગોળી ઓફિસના કાચને તોડીને અંદર રહેલા મંદિરના લાકડાના ભાગે વાગી હતી. જાવેદભાઈ ગભરાઈને બહાર દોડી આવ્યા તો તેમણે બાઈક પર આવેલા બે શખસને જોયા, જેમના ચહેરા પર રૂમાલ બાંધેલા હતા. તેમાંથી એક શખસે જાવેદભાઈ સામે બંદૂક તાકી, જેથી તેઓ ગભરાઈને જીવ બચાવીને ઓફિસની અંદર ભાગી ગયા.
ફાયરિંગનો અવાજ સાંભળીને પંપના મેનેજર જગદીશસિંહ ગોહિલ પણ બહાર આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં હુમલાખોરો પોતાની બાઈક લઈને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પેટ્રોલ પંપના માલિક જયદીપસિંહ જાડેજા અને સત્યજિતસિંહ જાડેજા ઘટનાસ્થળે પહોંચ્યા અને પોલીસને જાણ કરી.
ઓફીસના બહારના ભાગે કારટીસનુ એક ખાલી ખોખુ પડેલ જોવામા આવેલ હતું. ત્યાર બાદ તેઓ પેટ્રોલ પંપના માલીક જયદીપસિંહ તથા સત્યજીતસિંહ જાડેજા સાથે ફરીયાદ નોંધાવવા આવેલ હતાં વધુમાં બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે, તેઓ ઓફીસમા હાજર હોય તે દરમ્યાન કોઈ અજાણ્યા બે બુકાનીધારી બાઈક પર આવી મારી નાખવાના ઇરાદે ઓફીસ બહારથી તેમની ઉપર એક રાઉન્ડ ફાયરીંગ કરી બાઈકમાં નાસી છૂટ્યા હતાં ગોંડલ જૂથ દ્વારા ફાયરીંગ કરાવ્યુ હોય તેવી તેઓને શંકા છે બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી પીઆઇ એ.ડી.પરમારની રાહબરીમાં ટીમે તપાસનો ધમધમાટ આદર્યો હતો. ગુનાની ગંભીરતા દાખવી જિલ્લા એસપી હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી સહિતની ટીમોએ નાકાબંધી કરી આરોપીઓની શોધખોળ આદરી છે.
ઙજઈં અરવિંદસિંહ જાડેજાએ હાર્દિકસિંહ જાડેજાને કાયદાનું ભાન કરાવ્યું હતું
વર્ષ 2021માં હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજા અને તેના સાગરીતોએ ભેગા મળીને સાધુ વાસવાણી રોડ પર એક્ટિવામાંથી 5.25 લાખની ચોરી કરી હતી. તેને પકડવા માટે પોલીસ કમિશનરે યુનિવર્સિટી પોલીસના ડી સ્ટાફના પીએસઆઈ અરવિંદસિંહ જાડેજા સહિતની ટીમ હાર્દિકસિંહ જાડેજાને પકડવા માટે કચ્છ ગઈ હતી ત્યાં હાર્દિકસિંહ બાઈક લઈને 130 કિમી રોંગમાં ગાડી ચલાવી હતી તેને પકડીને પીએસઆઈ અરવિંદસિંહ જાડેજાએ કાયદાનું ભાન કરાવ્યું હતું. હાલ પેરોલ જમ્પ પર ફરાર થઈ ગયો છે.