ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રઘુવંશી તરંગ લેડીઝ ક્લબ દ્વારા તાજેતરમાં એક ભવ્ય પ્રતિભા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં 100 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને તેમના ફોટાવાળા શિલ્ડ અને અવનવી ભેટો આપીને સન્માનિત કરવામાં આવ્યા.
- Advertisement -
આ પ્રસંગે અનેક અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે બાળકોને સન્માનિત કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ઉપસ્થિત મહેમાનોમાં ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, રાજકોટ મેયર નયનાબેન પેઢડિયા, કોર્પોરેટર દુર્ગાબા જાડેજા, શહેર મહિલા મોરચાના મંત્રી સેજલબેન ચૌધરી, મહિલા પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મીબેન મિશ્રા, કાશ્મીરાબેન નથવાણી, જન કલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશભાઈ મહેતા અને અન્ય રાજકોટના અગ્રણીઓનો સમાવેશ થાય છે. આ તમામ મહેમાનોએ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમારોહ દરમિયાન, એસ.આર.કે. ટીમ દ્વારા દરેક બાળકો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. રઘુવંશી તરંગ લેડીઝ ક્લબના પ્રમુખ બીનાબેન રઘુવંશી અને ઉપપ્રમુખ શીતલબેન કારિયાએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરવા બદલ તમામ મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રકારના સમારોહ બાળકોને ભવિષ્યમાં વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રેરણા પૂરી પાડે છે.