શાળાના કેમ્પસમાં કામ કરતી બે મહિલા કર્મચારીની ઊંડી પૂછપરછ કરવામાં આવે તો બહુ મોટું રેકેટ બહાર આવવાની શક્યતા
સરદારનગર મેઈન રોડ પર આવેલી શિક્ષણ સમિતિની શાળામાં સગીરાનું શોષણ થયાની ઘટના અંગે અંદરખાને સૌને જાણ
- Advertisement -
શોષણકાંડની તપાસ માટે આવતા અઠવાડિયામાં રજા ઉપર ઉતરી ગયેલા કિરીટ પરમારને ફરજિયાત હાજર કરવામાં આવશે?
શિક્ષણજગતને શર્મસાર કરતી શોષણની ઘટના પર પડદો પાડી દેવા ભાજપ નેતાઓના હવાતિયાં
શિક્ષણ સમિતિમાં એક આરદેશણા વિના નહીં ઉદ્ધાર
- Advertisement -
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એટલે કૌભાંડો અને વિવાદોનો અડ્ડો
શાસનાધિકારી કિરીટ પરમાર વિરુદ્ધ અગાઉ થયેલી ફરિયાદ મામલે કોઇ કાર્યવાહી ન થઈ!
વાઇસ ચેરમેન પ્રવીણ નિમાવતે પહેલા પ્રામાણિક પદાધિકારી હોવાનું નાટક કર્યું અને પછી ધર્મ ચૂક્યા!
ખાસ-ખબર ન્યૂઝ ઈં રાજકોટ
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કૌભાંડો અને વિવાદો પૂર્ણ થવાનું નામ જ લેતા નથી. હાલ શિક્ષણ સમિતિની શાળા નં.19માં એક સગીરાનું શોષણ થયાનો મામલો ગરમાયો છે ત્યારે હાલમાં એક અરજી મળી છે જેમાં શાસનાધિકારી કિરીટ પરમાર વિરુદ્ધ અગાઉ થયેલી ફરિયાદ મામલે કોઇ કાર્યવાહી ન થઈ હોવાનું જાણવા મળે છે. શિક્ષણાધિકારી કિરીટ પરમારે કરેલા ભ્રષ્ટાચારના કચ્ચા-ચિઠ્ઠા આ અરજીમાં જણાવાયા છે. જોકે આ કશું નવું નથી પરંતુ નવાઈની વાત એ છે કે, અગાઉ વાઇસ ચેરમેન પ્રવીણ નિમાવતે પહેલા પ્રામાણિક પદાધિકારી હોવાનું નાટક કર્યું અને પછી ધર્મ ચૂક્યા હતા. હવે શિક્ષણ સમિતિમાં ભેગા મળી સૌ મિલ બાંટ કે ખાયે ઔર ખતમ કરેની નીતિ અપનાવી રહ્યા છે. હાલ તેઓ પણ પાક સાફ નથી ત્યારે વિવાદો અને કૌભાંડનો અડ્ડો બની ગયેલી શિક્ષણ સમિતિમાં એક આરદેશણા વિના નહીં ઉદ્ધાર નથી.
કિરીટ પરમાર વિરુદ્ધ થોડા મહિના પહેલા તમામ સભ્યો અને ઉચ્ચ અધિકારીઓને થયેલી અરજીમાં જણાવાયું હતું કે, રાજકોટ પ્રાથમિક શિક્ષણ શાસનાધિકારી કિરીટસિંહ પરમારના ભ્રષ્ટાચારની સરકારી તપાસ માટે એક જાગૃત વાલી તથા સમાજના નાગરિક તરીકે તમને ખાસ વિનંતી છે કે પ્રાથમિક શિક્ષણ શાસનાધિકારી તરીકે કામ કરતાં કિરીટસિંહ પરમારે છેલ્લા 4 વર્ષોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરી ગરીબ બાળકોને મોટું નુકસાન કરવામાં આવ્યું છે, જેમના કેટલાક કૌભાંડો કે જેની ઉંડી સરકારી તપાસ કરી પુણ્યનું કામ બને એટલું ઝડપી કરવા અનુરોધ.
(1) શિક્ષકોના ગણવેશ કૌભાંડ કરી ખાયકી કરેલ છે અને આપવામાં આવેલ ગણવેશ કોઈ પહેરતું નથી અને પૈસાની રોકડી કરી લીધેલ તેની તપાસ કરવી.
(2) તેમના દ્વારા સરકારના ખભે ભોગવવામાં આવતો વૈભવ જેવો કે એસીવાળા 3-3 વૈભવશાળી ચેમ્બર, પ્રિમીયમ એ.સી. કારની સવારી અને આવી પ્રિમીયમ કાર કોની માલિકીની એ બહુ મોટા મુદ્દાની વાત છે તેની તપાસ કરવી.
(3) જજઅની જુદી જુદી ગ્રાન્ટો જેનો વપરાશ માત્ર પોતાના અને લાગતાવળગતા પાછળ જ કરવામાં આવે છે. જેમાં ટ્રાન્સપોર્ટ જેવી ગ્રાન્ટ મોટું ઉદાહરણ છે. મુંજકા જેવા ગામમાં ગામની પાંચ સ્કૂલને ટ્રાન્સપોર્ટ આપી ખોટો વિવાદ ઉભો કરી બીજી સ્કૂલમાં જ્યાં જરૂર છે ત્યાં નથી આપતાં કેમકે ત્યાં પૈસાની રોકડી થઈ શકે તેમ નથી.
(4) જજઅનો દિવ્યાંગ બાળકોની ગ્રાન્ટો જેનો વપરાશ રિસોર્સ રૂમ માટે કરવાનો હોય તેમાં સંખ્યા ન હોય તેવી જગ્યાએ રૂમ બનાવી ખોટી ગ્રાન્ટો આપવી પોતાના અને લાગતાવળગતાને સાચવવામાં આવે છે. બીજી સ્કૂલમાં જ્યાં બાળકોને જરૂર છે ત્યાં નથી આપતાં.
(5) શિક્ષક તરીકે જોડાયેલ અને બે વ્યવસાય કરતાં કેટલાક કામચોર શિક્ષકોને સાચવવા માટે બિનજરૂરી શાળામાં બે પાળીની વ્યવસ્થા કરવામાં આવે છે તેની તપાસ કરવી.
(6) શિક્ષક સંઘના આગેવાનોને સાથે રાખી નિષ્ઠાપૂર્વક કામ કરનાર મહિલાઓને દબાવી પોતાનું ધાર્યો વહીવટ કરાવે છે, જેની સામે અવાજ ઉઠાવવામાં આવે તો વહીવટી કાગળો કરી નોકરીમાં ખલેલ ઉભી કરવામાં આવે છે.
(7) બંને રોગ્યુલર યુઆરસીને ચોક્કસ વહીવટમાં ઉપયોગ કરવો. એકની સ્ટેશનરીની દુકાન છે તેમાંથી જ બધી શાળાના આચાર્યને સ્ટેશનરીની ફરજિયાત ખરીદી કરવાની અને બીજો અંગત યુઆરસી તેને આ દરેક આર્થિક વ્યવહારોનું હિસાબ કરી રોકડા કમાવી આપવાના.
(8) ખરેખર છેલ્લા 4 વર્ષની સરકારી સ્કૂલની સંખ્યા ઉપર નજર રાખવામાં આવે તો એ બહુ મોટું કૌભાંડ બહાર આવે તેમ છે. તેમાં ખોટા એડમિશન દાખલ કરી શિક્ષકોની કૃત્રિમ અછત ઉભી કરે અને સરકારમાં કાગળ કરી જિલ્લામાંથી રાજકોટ સિટીમાં શિક્ષકોને કેમ્પ આયોજન કરી બદલી સ્વરૂપે હાજર કરવામાં મોટા પૈસાનો તોડ કરવામાં આવે છે.
(9) શિક્ષણ સમિતિએ રાખેલ ભાડાની સ્કૂલો પાછી આપવામાં જે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો તેનાથી તો સૌ કોઈ જાણકાર છે પણ તપાસના નામે બધું મીંડું થઈ ગયું છે અને સબ સલામત જેવી પરિસ્થિતિ રાખેલ છે.
(10) સ્કૂલમાં આંગળીના વેઢા ઉપર ગણી શકાય તેટલી બાળકોની સંખ્યા હોય ત્યાં જૂની સ્કૂલ પાડી નવી સ્કૂલ બનવા પાછળ 8થી 10 કરોડ જેવી રકમના ખોટા ખર્ચ કરી પોતાના આલિશાન મકાન બનવાનો ખર્ચ કાઢવો.
(11) થોડા સમય પહેલાં બાળકોની આધારકાર્ડની કીટમાં ગોલમાલ કરી મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે. આ વિગત રાજકોટના બધા છાપામાં આવેલ હતી પણ તેની કોઈ સરકારી તપાસ કર્યા વિના ભીનું સંકેલી લેવામાં આવ્યું.
(12) સમિતિની 19 નંબરની સ્કૂલમાં એક ક્લબ જેવી ઓફીસ ઉભી કરી દરેક પ્રકારની અંગત સેવા લેવામાં આવે છે, જેની ઓચિંતી સરકારી તપાસ કરવી ખૂબ જરૂરી છે, તો મહિલાઓ સાથેના અંગત વ્યવહારો અને અસામાજિક પ્રવૃત્તિ (દારૂ પીતા)ની મહેફિલ કરતાં નજરે પડશે.
આ સિવાયના અગણિત કૌભાંડો છે, જેની પણ ઉંડી સરકારી તપાસ કરવામાં આવે તો બહુ મોટી રકમનો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે. આ બધામાં નિર્દોષ અને ગરીબ દિવ્યાંગ બાળકોને નુકસાન કરવામાં આવે છે.