રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું
ભારત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ ખાતાના કેબિનેટ મંત્રી અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગઇકાલે (શુક્રવાર) રાજકોટની ટૂંકી મુલાકાત લીધી હતી. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રામભાઈ મોકરીયાએ વિદ્યાર્થી પરિષદમાં સાથે કરેલા કાર્યના સંસ્મરણો વાગોળ્યા હતા.
- Advertisement -