વેરાવળ, સુત્રાપાડા તથા ઊના તાલુકામાંથી 7.56 લાખનો શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.19
ગીર સોમનાથ જીલ્લા કલેકટર એન.વી. ઉપાઘ્યાયની સુચના તથા જિલ્લા પુરવઠા અધિકારી પી.ડી. વાંદાના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, સુત્રાપાડા તથા ઉના તાલુકામાં અલગ – અલગ જગ્યાએ શંકાસ્પદ સરકારી અનાજ સગેવગે કરતા હોવાની બાતમીના આધારે પુરવઠા તંત્રની ટીમ દ્વારા તપાસ કરતા વેરાવળ, સુત્રાપાડા તથા ઉના તાલુકાના અલગ – અલગ વિસ્તારો માંથી 1320 કિલો ઘઉં, 590 કિલો ચોખા, 960 કિલો ચણા, 1 વજન કાટો, 2 રિક્ષા તથા 1 બોલેરો પીકપ વાહન એમ કુલ મળી રૂ .7,56,090 નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો.