ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન રાજકોટ દ્વારા આયોજિત અને જીનિયસ સ્કૂલ દ્વારા સ્પોન્સર કરાયેલ “જીનિયસ કપ” અંડર-14 ગર્લ્સ, અંડર-17 ગર્લ્સ અને સિનિયર ગર્લ્સ ઓપન રાજકોટ લીગ કમ નોકઆઉટ ફૂટબોલ ટુર્નામેન્ટની ફાઇનલ મેચો 12.07.2025ના રોજ રમાડવામાં આવી હતી.
સિનિયર ગર્લ્સ – YCC ચેમ્પિયન : સિનિયર ગર્લ્સનો ફાઇનલ મેચ ઢઈઈ અને નિર્મલા સ્કૂલ વચ્ચે રમાયો હતો. મેચ 0-0થી ડ્રો થતા, પરિણામ પેનલ્ટી શૂટઆઉટ દ્વારા લેવામાં આવ્યું હતું, જેમાં YCC 4-1થી વિજયી બન્યું હતું. ઢઈઈ વતી ન્યાસા કનોજિયા, પૂજા દાઈમાં, રેન્સી અને વિધીએ ગોલ કર્યા હતા, જ્યારે નિર્મલા વતી મિતલે ગોલ કર્યો હતો. YCCની કૃપાને ’પ્લેયર ઓફ ધ મેચ’નો ખિતાબ આપવામાં આવ્યો.
- Advertisement -
અંડર-14 ગર્લ્સ – નિર્મલા સ્કૂલનો દબદબો : અંડર-14 ગર્લ્સનો ફાઇનલ મેચ નિર્મલા અને ટી.એસ.આઇ.એસ. સ્કૂલ વચ્ચે રમાયો હતો. નિર્મલાની મિસ્ટ્રી ફીચડિયાએ 2 ગોલ કરીને પોતાની ટીમને 2-0થી વિજય અપાવ્યો હતો. મિસ્ટ્રી ફીચડિયાને ’પ્લેયર ઓફ ધ મેચ’નો ખિતાબ એનાયત કરાયો.
અંડર-17 ગર્લ્સ -નિર્મલા સ્કૂલ ફરી વિજેતા : અંડર-17 ગર્લ્સનો ફાઇનલ મેચ પણ નિર્મલા અને ટી.એસ.આઇ.એસ. સ્કૂલ વચ્ચે રમાયો હતો. નિર્મલાની કશ્યપી મહેતા અને ભૂમિ વશિયાણીએ 1-1 ગોલ કરતા, નિર્મલાએ 2-0થી વિજય મેળવ્યો. કશ્યપી મહેતાને ’પ્લેયર ઓફ ધ મેચ’નો ખિતાબ આપવામાં આવ્યો.
વિજેતા ટીમોને ટ્રોફી અને પ્રાઈઝ વિતરણ વિક્રમ તન્ના (જીનિયસ સ્કૂલ), ડી.વી. મહેતા, મનીંદર કેશપ, ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ અસોશિએશનના પ્રમુખ ગુણવંત દેલાવાળા, બી.કે. જાડેજા, સેક્રેટરી રોહિત બુંદેલા, જે.પી. બારડ, અજય ભટ્ટ, રાજેશ ચૌહાણ, અમૃતલાલ બૌરસી, અને સરગમ ક્લબના દેવાન્સીબેન સહિતના મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે રાફેલ ડાભી, રોહિત પંડિત, શિવરાજસિંહ ચાવડા, સંજય પંડ્યા, દીપક યસવંતે, ઉપેન્દ્રસિંહ ઝાલા, અજય આચાર્ય, અમિત સિયાળીયા, ભરત સિયાળીયા, અનુરાગ મલ, મનદીપ બારડ, આશિષ ગુરુંગ, પૃથ્વી જેઠવાએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન અમૃતલાલ બૌરસીએ કર્યું હતું.