કુલ બે ડમ્પર અને એક ટ્રેકટર, ત્રણ ચરખી સહિત એક કરોડનો મુદ્દામાલ સીઝ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.18
થાનગઢ મામલતદાર સહિતના સ્ટાફ દ્વારા ગઈ કાલે સાંજે જુદાજુદા વિસ્તારોમાં ચાલતી ગેરકાયદેસર કોલસાની ખાણો અંગે તપાસ હાથ ધરી હતી જે દરમિયાન ભડુલા વિસ્તારમાં ચાલતી કોલસાની ખાણો પર દરોડો કરી ત્રણ ચરખી, એક કમ્પ્રેસર ટ્રેક્ટર ઝડપી લીધું હતું. જ્યારે જામવાડી ખાતેથી એક કોલસો ભરેલું ડમ્ફર તથા તરણેતર રોડ પરથી સફેદ માટી ભરેલું ડમ્ફર સહિત કુલ એક કરોડનો મુદામાલ જપ્ત કરી ખનિજ માફીયાઓ વિરુધ કાર્યવાહી હાથ ધરી હતી.