પ્રાથમિક સુવિધાઓ બાબતે સુરેન્દ્રનગર GIDC પ્રત્યે ઓરમાયું વર્તનની ઉદ્યોગકારોની ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીઆઇડીસી ફેઈઝ 3માં વિભાગ ડીમાં 15 દિવસથી વરસાદી પાણી ઓસર્યું નથી. જેનાથી ગણેશ ઓપ્ટિકલ, એમી એન્જિનિયરિંગ, જ્વેલ પેપર સહિત કારખાનામાં કામ કરતા હજારો કારીગરોને પાણીમાંથી અવરજવર કરવી પડે છે.
- Advertisement -
છતાં પણ તંત્રના પેટનું પાણી હલ્યું નથી. અમૂક કારખાનાઓમાં તો બાઈક અને કાર દૂર મૂકીને આવવું પડે તેવી પરિસ્થિતિ છે. આ અંગે ઉદ્યોગપતિઓએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે વર્ષોથી પ્રાથમિક સુવિધાઓ બાબતે જીઆઈડીસી પ્રત્યે ઓરમાયુ વર્તન થાય છે. જીઆઈડીસીમાં રોડ રસ્તા અને સફાઈ તેમજ ગટરની સમસ્યાઓનો અંબાર લાગ્યો છે. જે અંગે અનેક ફરિયાદો અને રજૂઆતો કરવા છતાં તંત્ર ધ્યાન આપતું નથી. કરોડો રૂપિયા ટેક્સ ભરનાર તેમજ હજારો લોકોને રોજગારી આપનાર જીઆઇડીસીને રસ્તા માટે આંદોલન કરવું પડશે કે શું તેવા સવાલો ઉદ્યોગપતિઓએ ઊઠાવ્યા હતા. તંત્ર અંગે સત્વરે કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ હતી