ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબી મહાપાલિકા કચેરી તેમજ પંચાસર રોડ વિસ્તારમાં આવેલી જગ્યાએ વર્ષો જૂના સડી ગયેલા સાધનો પડ્યા હતા, જે નગર પાલિકા વખતે પણ વહીવટદાર દ્વારા તેને દૂર કરવા ફાઈલ હાથમાં લેવાઈ હતી. જો કે આજે ગુરુવારે મ્યુનિસીપલ કમિશ્નર સ્વપ્નીલ ખરેની અધ્યક્ષતામાં અંદાજીત 65 ટન જેટલા ભંગાર સાધનોની જાહેર હરાજી કરવામાં આવી હતી. જેમાં અલગ અલગ 4 કેટેગરી મુજબના ભંગારની ખરીદી માટે વેપારીઓ આવ્યા હતા અને ભાવ પર બોલી લગાવી હતી. મનપાને 20 ટકા કરતા વધુ આવક મળતા તમામ ભંગારનો નિકાલ કરવામાં આવ્યો છે આ હરરાજીથી મનપાની તિજોરીમાં 30 લાખની આવક થવાની પણ શક્યતા સેવાઈ રહી છે.
મોરબી મનપાએ 65 ટન ભંગારનો નિકાલ કર્યો
