ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
ચોરવાડના એક વૃદ્ધને અચાનક બેભાન હાલતમાં ચોરવાડ સીએચસી સેન્ટર ખાતે દાખલ કરાયા હતા. તબિયત ગંભીર હોવાને કારણે ફરજ પરના તબીબે તરત જ 108 એમ્બ્યુલન્સ મારફતે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યા.
વૃદ્ધને લઈ પહોંચેલી 108 એમ્બ્યુલન્સ ગડુમાં ફરજ બજાવતા ઇએમટી કિશન બામણિયા અને પાયલોટ દિનેશ ચોચાએ તેઓની જવાબદારી સંપૂર્ણ નિભાવી. દર્દીનું ઓક્સિજન લેવલ માત્ર 02 હતું. કિશન બામણિયાએ હેડ ઓફિસના ડોકટર પરમાર સાથે સંપર્ક કરીને તરત જ એમ્બ્યુલન્સમાં જરૂરી સારવાર શરૂ કરી હતી કૃત્રિમ શ્વાસ અને ઓક્સિજન થેરાપી અપાતા દર્દીને સુરક્ષિત રીતે વેરાવળ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા. હાલમાં વૃદ્ધની તબિયત સ્થિર છે. જૂનાગઢ જિલ્લા અધિકારી યુવરાજસિંહ ઝાલા અને પ્રોગ્રામ મેનેજર આકાશ સાહેબે 108 ટીમના ઉત્કૃષ્ટ કાર્યની પ્રશંસા કરી હતી.