ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, રાજકોટ દ્વારા જામકંડોરણા તાલુકાના દડવી ગામને આયુષ ગ્રામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, રાજકોટ ના માર્ગદર્શન અનુસાર સરકારી આયુર્વેદ દવાખાનું, વડાળી અને સરકારી હોમયોપેથિક દવાખાનું જામકંડોરણા ના સંયુક્ત ઉપક્રમે દડવી આયુષ ગ્રામ પ્રવૃત્તિ અંતર્ગત તા. 16/07/2025 ને બુધવારે દડવી ગામ ની ક્ધયા શાળા ખાતે આયુર્વેદ અને હોમિયોપેથી મેગા નિદાન સારવાર કેમ્પ અને આરોગ્યલક્ષી અન્ય પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ડો. સમીર ગઢિયા દ્વારા આયુષ અંગે જાગૃતિ, આહાર, વિહાર, વ્યાયામ, નિંદ્રા, યોગા નું મહત્વ, વ્યસન મુક્તિ વગેરે બાબતો નું વક્તવ્ય દ્રારા માર્ગદર્શન આપવામાં આવ્યું.
- Advertisement -
હાલમાં ચોમાસામાં ચાલી રહેલા ઋતુજન્ય રોગચાળા સામે રક્ષણ મેળવવા માટે આયુર્વેદિક ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું. બાળકોની આરોગ્ય તપાસ કરી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેના સૂચનો અને આયુર્વેદીક તથા હોમિયોપેથિક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું. આયુષ ગ્રામ અંતર્ગત સરકારશ્રી તરફથી આવેલી દશન સંસ્કાર ચૂર્ણ, અશ્વગંધારિષ્ટ જેવી આયુર્વેદિક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું. આયુષ વિજ્ઞાન અને આયુર્વેદનું અમૃત બુક નું વિતરણ કરવામાં આવ્યું. ડો. અમીશ્રીબેન યાજ્ઞિક દ્વારા શાળા ની ક્ધયાઓને માસિક અંગે વક્તવ્ય દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. આરોગ્યલક્ષી આ પ્રવૃતિમાં જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી વૈદ્ય સુનીલ હાપલિયા સાહેબ અને વૈદ્ય ભાનુ મેતા સાહેબે રૂબરૂ હાજર રહી આયુષ ટીમ ના ઉત્સાહ માં વધારો કર્યો હતો અને શાળા ના પ્રિન્સિપાલશ્રી સાથે આયુષ ગ્રામ ને વધુ લોકભોગ્ય બનાવવા માટે ચર્ચા વિચારણા કરી હતી. આ કાર્યક્રમમાં કુલ 130 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો.