થોડા દિવસ પહેલા નવો રોડ બન્યો ત્યાં જ કોન્ટ્રાક્ટરોએ કોઇ કારણો દર્શાવી ખોદકામ કરતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા શહેરનાં જાફરાબાદ રોડ પર આવેલ કૌશિક નગર સોસાયટી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા નવો આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો. અહીં આ રોડની થોડા દિવસ પહેલાં જ કામગીરી પૂર્ણ કરાઇ હતી. અને કામગીરી પૂર્ણ થતાં રોડ શરૂ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે આ રોડ બનાવવામાં આવેલ એજન્સીના કોન્ટ્રાક્ટરો દ્વારા કોઇ કારણો દર્શાવી આ નવા બનેલ આરસીસી રોડ પર ખોદકામ કરી અમુક જગ્યાએ તોડી પાડવામાં આવ્યો છે. ત્યારે અહીં આ કોન્ટ્રાક્ટની બેદરકારી છતી થઇ છે.
- Advertisement -
શું કોન્ટ્રાક્ટરો નવા બનેલ રોડ પર ખોદકામ કરવું કેટલું યોગ્ય? આવી જ રીતે રોડ પર ખોદકામ થતું રહેશે તેવા સવાલો ઉઠી રહ્યા છે. અને લાખો રૂપિયાના ખર્ચે રોડ બનાવવા આવ્યો હતો. પરંતુ રોડની એજન્સી અને તેના કોન્ટ્રાક્ટરના પાપે સ્થાનિક રહીશો મજબૂર બન્યા છે. અને આ એજન્સી રાજકીય વગ ધરાવતી હોવાથી પોતાની મનમાની કામ કરી રહ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. એકતરફ લોકોને બિસ્માર માર્ગો માંથી છુટકારો મળ્યો અને ત્યાં જ નવા રોડને તોડી ખોદકામ કરવામાં આવ્યું છે. આ એજન્સીને સરકારના નિતિ નિયમોનો ઉલાળયો કર્યો છે. ત્યારે હવે સમગ્ર બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આ બાબતે પૂર્વ નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ અને રાજુલાના આપના નેતા કિશોરભાઇ ધાખડાએ જણાવ્યું હતું કે, રાજુલા શહેરમાં નવા બનેલ રોડ-રસ્તાઓમાં પ્લાન્ટ એસટીમેન્ટ મુજબ કામગીરી થતી ન હોવાનો આક્ષેપ કર્યો હતો. અને રોડની કામગીરી દરમિયાન કોઈ નગરપાલિકાના ઇન્જિનિયર તથા ક્ધસલ્ટીલના ઇન્જિનિયર હાજર હોતા નથી. અને તંત્રના ઇશારે કામગીરીઓ ચાલી રહી છે.
અને આજે નગરપાલિકાની કચેરીએ છઝઈં કરી અને શહેરના વિકાસના તમામ મુદ્દાઓને લઇ રજૂઆત કરીશ. રાજુલા શહેરમાં સારો વિકાસ થાય શહેરજનોને સુવિધાઓ મળે તે માટે મારી લડત શરૂ રહેશે તેમ કિશોરભાઇ ધાખડાએ જણાવ્યું હતું.



