ટ્રેનોમાં થતી ચોરી સહિતની ઘટનાઓ અટકાવી શકાશે તેમજ ખાસ કરીને મહિલાઓની પણ સુરક્ષા જાળવી શકાશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.14
- Advertisement -
દેશભરની તમામ ટ્રેનો વધુ અત્યાધુનિક અને સુરક્ષિત બનાવવા માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે મુસાફરોની સુરક્ષા વધારવા માટે તમામ ટ્રેનોના એન્જિન અને કોચમાં સીસીટીવી કેમેરો લગાવવાનો નિર્ણય કર્યો છે.
સરકારની આ પહેલથી ટ્રેનોમાં થતી ચોરી સહિતની ઘટનાઓ અટકાવી શકાશે તેમજ ખાસ કરીને મહિલાઓની પણ સુરક્ષા જાળવી શકાશે. મુસાફરોની ગોપનીયતા જાળવવા માટે દરવાજા નજીક સામાન્ય અવરજવર વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવાશે.
રેલવે મંત્રાલયના નિર્ણય મુજબ ટ્રેનના તમામ કોચમાં ચાર-ચાર સીસીટીવી કેમેરા લગાવાશે, જ્યારે એન્જિનમાં છ કેમેરા લગાવવાશે. ઉત્તર રેલવેની કેટલીક ટ્રેનોમાં પરિક્ષણ હેઠળ સીસીટીવી લગાવવાની શરૂઆત કરી દેવાઈ છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ (છફશહૂફુત ખશક્ષશતયિિં અતવૂશક્ષશ ટફશતવક્ષફૂ) અને રાજ્ય રેલવે મંત્રી રનવીત સિંહ બિટ્ટુએ સીસીટીવી કામગીરીની સમીક્ષા કરી છે. દેશભરમાં 74000 કોચ અને 15000 એન્જિનમાં સીસીટીવી લગાવવા માટે રેલવે મંત્રીએ મંજૂરી આપી દીધી છે.
કેમેરા અને માઈક્રોબોન લગાવાશે
પ્રત્યેક ટ્રેનના કોચમાં ચાર ડોમ સીસીટીવી કેમેરા, પ્રત્યેક દરવાજા પર બે અને પ્રત્યેક એન્જિનમાં છ સીસીટીવી કેમેરા લગાવાશે. એન્જીનની પાછળ અને આગળ બંને તરફ એક-એક કેમેરો લગાવવામાં આવશે. પ્રત્યેય કોચની આગળ-પાછળ એક ડોમ સીસીટીવી કેમેરો અને ડેસ્ક પર બે માઈક્રોફોન લગાવવામાં આવશે.
ઉચ્ચ ગુણવત્તાવાળા કેમેરા લગાવાશે
રેલવે મંત્રીએ અધિકારીઓને સુનિશ્ચિત કરવા કહ્યું છે કે, ‘પ્રતિ કલાક 100 કિલોમીટરથી વધુની ગતિ અને ઓછા પ્રકાશની સ્થિતિમાં દોડતી ટ્રેનોમાં પણ ઉચ્ચ ગુણવત્તાવાળા ફુટેજ મળી રહે તે માટે તમામ સીસીટીવી કેમેરાના નવા માપદંડ મુજબના હોવા જોઈએ.
52 બોગીમાં ડીઝલ હતું, 40 બોગી અલગ કરવામાં આવી; તિરુવલ્લુર રેલ્વે સ્ટેશન વિસ્તાર ખાલી કરાવ્યો
- Advertisement -
તમિલનાડુમાં માલગાડી પાટા પરથી ઉતરી, 18 ડબ્બા બળી ગયા
મનાલીથી કર્ણાટક જઈ રહેલી ડીઝલ માલગાડી જોલારપેટ થઈને તમિલનાડુના તિરુવલ્લુર રેલવે સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી ગઈ હતી. ત્યારબાદ તેમાં આગ લાગી ગઈ. શરૂઆતમાં પાંચ ડબ્બામાં આગ લાગી હતી. બાદમાં 18 ડબ્બામાં આગ લાગી ગઈ. આ ઘટના રવિવારે સવારે 5.30 વાગ્યે બની હતી. માલગાડીમાં 52 ડબ્બા હતા. જિલ્લા કલેક્ટર એમ પ્રતાપે જણાવ્યું હતું કે સળગતી ટ્રેનમાંથી 40 કોચ અલગ કરવામાં આવ્યા છે. રેલવે સ્ટેશનની આસપાસ રહેતા લોકોને બહાર કાઢીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.