ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર-રાજકોટ બાયપાસ રોડને જોડતો પુલ અત્યંત જર્જરિત સ્થિતિમાં છે. પુલની સ્થિતિ એટલી નાજુક છે કે ભારે વાહનો પસાર થાય ત્યારે તેમાં ધ્રુજારી અનુભવાય છે.
પુલની વર્તમાન સ્થિતિ જોતાં તેના પર સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે. વધુમાં, પુલ પર લગભગ એક ફૂટ ઊંડા ખાડાઓ પડી ગયા છે. ભૂતકાળમાં અનેક વખત પુલનું સમારકામ કરવામાં આવ્યું છે, પરંતુ તે પૂરતું સાબિત થયું નથી.
રોજ આશરે બે હજારથી વધુ વાહનો આ પુલ પરથી પસાર થાય છે. કોઈ મોટી દુર્ઘટના ટાળવા માટે પુલનું તાત્કાલિક ટેસ્ટિંગ કરવાની માગ ઉઠી છે. વાહનચાલકો અને સ્થાનિક રહીશો માટે આ પુલ પરથી પસાર થવું જોખમી બની ગયું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, સરકારી તંત્ર તરફથી યોગ્ય ધ્યાન ન અપાતા તેઓ ભગવાન ભરોસે પુલનો ઉપયોગ કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ટાળી શકાય.
સુરેન્દ્રનગર-રાજકોટ બાયપાસનો જર્જરિત પુલ: મોટી દુર્ઘટનાનો ભય!
