અન્ય માલિકીના રહેણાક હેતુ પ્લોટમાં કોમર્શિયલ બાંધકામ ખડકી દીધું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ પર આવેલા ભગવત પાર્કમાં રહેણાક પ્લોટમાં કોમર્શિયલ બાંધકામ કરાયું છે. ત્યારે આ બાંધકામ પણ ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે. આ અંગે વિગતવાર વાત કરવામાં આવે તો ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ વિસ્તાર પર આગાઉ બિનખેતી કરેલ 24989 ચોરસ મીટર જમીનમાં 80 જેટલા પ્લોટ પડવામાં આવ્યા હતા જે રહેણાં હેતુ પ્લોટિંગને ભગવત પાર્ક નામ આપવામાં આવ્યું હતું સમય જતા કેટલાક પ્લોટ વેચાણ થયા છે અને બાકીના ક્રમ નંબર 2થી 6 પ્લોટ પર હાલ પાર્ટી પ્લોટ માટેનું બાંધકામ લગભગ પૂર્ણ થવાના આરે છે એટલે કે રહેણાક હેતુ પાયલોટ પર કોમર્શિયલ બાંધકામ ઉભુ કરાયું છે. આ સાથે પાર્ટી પ્લોટ નિર્માણ થયા પ્લોટ શ્વેત અને ક્રમ નંબર 1 પ્લોટ નિવૃત પોલીસ કર્મચારીના માલિકીનો છે અને તેના પર દબાણ કરી પાર્ટી પ્લોટની કેટલુંક બાંધકામ નિવૃત પોલીસ કર્મચારીની મંજૂરી વગર જ બાંધકામ કરી દબાણ કરવામાં આવ્યું હતું. આ સાથે રહેણાક જમીન પર પાર્ટી પ્લોટનું એટલે કે કોમર્શિયલ બાંધકામ કરવામાં આવ્યું તે તમામ ગેરકાયદેસર હોવાનું પણ સામે આવ્યું છે. આ બાંધકામ અંગે તંત્ર પાસેથી કોઈ મંજૂરી લીધા વગર જ ખડકી નાખવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે જોકે “ખાસ ખબર” દ્વારા આ રહેણાક હેતુ પ્લોટમાં કોમેશિયલ બાંધકામ અંગે અનેક અહેવાલો પ્રસિધ્ધ કરાયા બાદ પાર્ટી પ્લોટની જમીનના મૂળ માલિક મનસુખભાઈ પટેલ દ્વારા ધમપછાડા કરી જમીનને કોમેશિયલ હેતુમાં ફેરફાર કરવા માટે મથામણ કરી હતી પરંતુ નિયમો મુજબ જ તેઓની કારી ફાવી નથી ત્યારે હવે મંજૂરી વગર જ આખાય પાર્ટી પ્લોટની બાંધકામ ઉભુ કર્યા બાદ તંત્ર આ મામલે કેવા પગલા ભરે છે ? તે જોવું રહ્યું.