કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની હાકલથી ઉજળી રહ્યું છે પોરબંદરનું ભવિષ્ય
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
જ્યારે વિઝન હોય ને નિખાલસ ઈરાદો હોય, ત્યારે અશક્ય લાગતી શક્તિઓ પણ વશમાં થઈ જાય. આજ વાત પોરબંદરના તાજા પરિપ્રેક્ષમાં સચોટ રીતે લાગુ પડે છે – જ્યાં એક તરફ અપરાધના ઢોર તત્વો ઉપર કાયદાનો ઘેરો કસાઈ રહ્યો છે અને બીજી તરફ આ શહેરના વિકાસ માટે નવી દિશામાં વિચારશક્તિ પ્રવાહિત થઈ રહી છે.
કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયાએ તાજેતરમાં પોરબંદર વિશે જે ઊંડા અને પ્રેરણાદાયક વિચારો વ્યક્ત કર્યા છે, તે માત્ર નિવેદન નથી – તે એક દૃઢ વિઝન છે. એવું વિઝન કે જેમાં પોરબંદરને ઉદ્યોગપ્રિય, રોજગારીમુલક અને આરોગ્યમય શહેરમાં ફેરવવાનો સંકલ્પ છુપાયેલો છે. પોરબંદરનું ભવિષ્ય બદલાશે – કેન્દ્રીય મંત્રીએ જ્યારે આ વાક્ય ઉચ્ચાર્યું, ત્યારે શહેરના યુવાનોમાં આશા જગી કે હવે વિકાસના માર્ગે વાસ્તવિક પગલાં પડશે.
- Advertisement -
અફસોસ તો એ છે કે કેટલાક તત્વોએ તેમના નિવેદનોને તોડી મચોડી રજૂ કરવાનો નિમ્નસ્તરીય પ્રયાસ કર્યો. પરંતુ પોરબંદરના લોકોમાં હવે સમજ વધી છે. તેઓ જાણે છે કે જે વક્તા પોતાના મત વિસ્તાર માટે દિલથી વિચારે છે, તેની વાતને ખોટી રીતે પેસ કરવી એ વિકાસના વિરોધી તત્વોની હતાશા છે. આ સાથે, પોરબંદરના પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાની આગેવાની હેઠળ જમાતે કાયદાનું બળ ઉભું થયું છે. એક પછી એક ગેંગો સામે કડક કાર્યવાહીથી લોકોએ લાંબા સમય બાદ શાંતિનો શ્વાસ લીધો છે.
રાજકીય નેતૃત્વ અને પોલીસ તંત્રના સંકલિત પ્રયાસોથી પોરબંદર આજે પોતાનું જૂની છબિ છોડીને નવો અવતાર ધારણ કરી રહ્યું છે. મનસુખભાઈ માંડવીયા પોરબંદરના એવા નેતા છે જેમના હૃદયમાં પોરબંદર વસે છે. આ લેખ પૂરવાર કરે છે કે પોરબંદર હવે માત્ર ગાંધીના જન્મસ્થળ તરીકે નહીં, પણ દેશના વિકાસના નકશા પર ઉજળી નક્કી થઈ રહ્યો છે. અને એ પાછળ છે – દૃઢ નેતૃત્વ, નિષ્ઠાવાન પ્રશાસન અને જાગૃત જનશક્તિ.
મનસુખભાઈનું ઉદ્યોગવિઝન – પોરબંદરની નવી ઓળખ
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ તાજેતરમાં પોરબંદર માટે જે ઇન્ડસ્ટ્રીયલ વિઝન રજૂ કર્યું છે, તે માત્ર વિકાસની વાત નથી – તે પોરબંદરના પુત્ર તરીકે તેમનો સંકલ્પ છે. તેમણે ઊંડા અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે: પોરબંદરનું ભવિષ્ય બદલાશે. આ માત્ર ભાષણ નહીં, પણ શહેરના રોજગારી, વ્યવસાય, આરોગ્ય અને ગતિશીલતા માટેની નીતિનો આધાર સ્તંભ છે. તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે પોરબંદરને દરિયાકાંઠે વસેલા એક સામાન્ય શહેરથી ઊદ્યોગવિહિત હબમાં રૂપાંતરિત કરવું છે – જ્યાં યુવાઓને પોતાનું ભવિષ્ય બનાવવાનો મોકો મળે, અને પોરબંદર ગુજરાતના વિકાસના નકશા પર પ્રકાશિત થાય. દુ:ખદ બાબત એ છે કે, આવા દિવ્ય ઉદ્દેશો સામે પણ કેટલાક તત્વો ખુદના હિત માટે નિવેદનોને તોડી મચોડી જાહેર કરે છે. મનસુખભાઈ જે શબ્દોમાં ભાવનાની સહજતા, રાષ્ટ્રહિત, પ્રદેશહિત અને પોરબંદરહિતની વાત કરે છે. તેમાં એડિટ કરીને ખોટો અર્થ ઘડવા બદલ કેટલાક ખોટા વિચારધારાઓ હજુ સક્રિય છે.
- Advertisement -
ભગીરથસિંહ જાડેજાની કાયદાકીય
સિસ્ટમ – ગુનાખોરીને ઋીહહ જજ્ઞિાં!
પોરબંદર જિલ્લા પોલીસ વડા તરીકે ભગીરથસિંહ જાડેજાની નિમણૂક પછીએ પોરબંદરમાં જે બદલાવ જોવા મળ્યો છે તે નિમિષે અનુભવાય એવો છે. છેલાણા ગેંગ, કોટડા ગેંગ, ભીમા દુલા ઓડેદરા, હિરલબા જાડેજા, બધા ભોળા ગેંગ જેવા જાણીતાં ગુનેગાર તત્વો પણ પોલિસે કોઈ સહાનુભૂતિ રાખ્યા વિના કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. આવા તત્વો પર ઝુંબેશના ભાગરૂપે પોલીસ દ્વારા એક પછી એક કાર્યવાહી કરીને સમગ્ર પોરબંદરમાં કાયદાનો ભય સ્થાપિત કરવામાં આવ્યો છે. પોલીસ તંત્રએ કોઈ જાતનો રાજકીય અથવા સામાજિક દબાણ સહન કર્યા વિના એક પછી એક કાર્યવાહી કરી છે. આ બદલાવ પાછળ છે – મનસુખભાઈ માંડવીયા અને અર્જુનભાઈ મોઢવાડિયાની સ્પષ્ટ દિશા. તેઓએ કાયદો વ્યવસ્થામાં કોઈ બાંધછોડ ન કરવાની સ્પષ્ટ સૂચના આપી. અને તે વાતને તંત્રએ પૂરી નિષ્ઠાથી અમલમાં મૂકી છે. વિશેષ ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને સાંસદ મનસુખભાઈ માંડવીયાએ તાજેતરમાં જિલ્લા પોલીસ વડાને ખુલ્લો સંદેશ આપ્યો હતો કે પોરબંદરમાં કાયદો વ્યવસ્થા મામલે કોઈપણ બાંધછોડ બરદાસ્ત નહીં કરાઈ. તે પછી તે વ્યક્તિ અમારી સામે બેઠો હોય કે પછી અમારી પાસે કાયદાનો ભંગ કરનારા તમામ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવા સ્પષ્ટ સંકેતો આપ્યા હતા.