એલોન મસ્કના X એ જણાવ્યું હતું કે ભારત સરકારે કંપનીને દેશમાં 2,355 એકાઉન્ટ્સ બ્લોક કરવાનો આદેશ આપ્યો છે, જેમાં રોઇટર્સનો પણ સમાવેશ થાય છે.
સમાચાર સેવાએ જણાવ્યું હતું કે, રોઇટર્સવર્લ્ડ સાથે મુખ્ય રોઇટર્સ એકાઉન્ટને શનિવારે ભારતમાં વપરાશકર્તાઓ માટે બ્લોક કરવામાં આવ્યું હતું.
- Advertisement -
મંગળવારે X દ્વારા આપવામાં આવેલું નિવેદન મસ્કની સોશિયલ મીડિયા સાઇટ અને ભારત સરકાર વચ્ચેના સેન્સરશીપ કાનૂની યુદ્ધમાં નવીનતમ વિકાસ છે.
ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (આઇટી) મંત્રાલય દ્વારા એક નિવેદન જાહેર કરાયું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતમાં રાઇટર્સના એકાઉન્ટ બ્લોક કરાતા જ સરકાર દ્વારા એક્સ (ટ્વિટર)નો સંપર્ક કરાયો હતો અને આ એકાઉન્ટ ફરી શરૂ કરવા કહેવામાં આવ્યું હતું. રોઇટર્સના એકાઉન્ટ બ્લોક કરવા માટે સરકાર તરફથી કોઇ જ આદેશ જાહેર કરવામાં નથી આવ્યો, એક્સ હકિકતને અલગ દિશામાં વાળવાનો પ્રયાસ કરી રહી છે. સરકાર તરફથી અનેક વખત વિનંતી છતા રોઇટર્સનું એકાઉન્ટ બંધ કર્યાના 20 કલાક બાદ તેને ફરી શરૂ કરાયું હતું.
બીજી તરફ એક્સ (ટ્વિટર) તરફથી જાહેર નિવેદનમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારત સરકાર તરફથી અમને ટ્વિટર પર રોઇટર્સ સહિતના 2300 એકાઉન્ટ બ્લોક કરવા આદેશ મળ્યો હતો, સરકારે આ નિર્ણય અંગે કોઇ કારણ પણ નહોતુ આપ્યું અને માત્ર એક જ કલાકમાં આ એકાઉન્ટ્સ બ્લોક કરી દેવા કહેવામાં આવ્યુ હતું. ભારતમાં મીડિયા પર પાબંદીઓથી અમે ચિંતિત છીએ. સરકારના આદેશથી જેમના પણ એકાઉન્ટ બ્લોક થયા છે તેમને કોર્ટ તરફથી રાહત મેળવવી જોઇએ. બ્રિટિશ મીડિયા રોઇટર્સના બે એકાઉન્ટ ભારતમાં ટ્વિટર દ્વારા બ્લોક કરી દેવાયા હતા, જે માટે સરકારને જવાબદાર ઠેરવી હતી. જોકે હવે સરકાર દ્વારા સ્પષ્ટતા કરાઇ છે કે આવો કોઇ આદેશ નહોતો કરાયો. તેથી હાલ ટ્વિટર અને સરકાર બન્નેના દાવાની ચર્ચા થઇ રહી છે અને કોણ સાચુ બોલી રહ્યું છે તેના પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
- Advertisement -