1204 કરોડના ખર્ચે 2 વર્ષમાં પૂર્ણ કરવાનું 67 ઊંખનું કામ 20 મહિને 50% પણ ન થયું
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના પોસ્ટર પર ‘ગડ્ડા-કરી’ લખ્યું
- Advertisement -
જનહિત હાઇવે હક્ક આંદોલન સમિતિના આગેવાનો તથા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિતના કોંગ્રેસના કાર્યકરોએ રેલી કાઢી કલેક્ટરને આવેદન પાઠવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ-જેતપુર સિક્સલેન હાઈ-વેના રૂ.1204 કરોડના ખર્ચે 67 કિલોમીટરનું કામ છેલ્લા બે 20 મહિનાથી ચાલી રહ્યું છે, જેના લીધે રાજકોટ સહિત સૌરાષ્ટ્રથી જેતપુર અવર-જવર કરતા અઢી લાખથી વધુ લોકો પરેશાન થઈ રહ્યાં છે. ત્યારે આજે જનહિત હાઇવે હક્ક આંદોલન સમિતિના આગેવાનો તથા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિતના કોંગ્રેસના કાર્યકરોએ રેલી કાઢી કલેક્ટરને આવેદન પાઠવ્યું હતુ. આવેદન આપ્યા પહેલા આ લોકોએ ભાજપ સરકારનો ઉગ્ર વિરોધ કર્યો છે.
- Advertisement -
કૉંગ્રેસ દ્વારા ‘પહેલાં આપો રોડ અને પછી માંગો ટોલ’ના સૂત્રોચ્ચાર
રાજકોટ-જેતપુર નેશનલ હાઈવેની હાલત બિસ્માર: વ્યાપક રોષ
કોંગ્રેસના નેતાઓ સહિતના મોટી સંખ્યામાં લોકો રાજકોટ કલેક્ટર કચેરીએ પહોંચ્યાં હતા. ભાજપ સરકાર ચોર હે, રોડ નહીં તો ટોલ નહીંના નારા લાગ્યા. હાથ અને માથામાં પાટા બાંધી કોંગ્રેસ કાર્યકર્તાઓ કલેકટર કચેરીએ પહોંચ્યાં છે. કેન્દ્રીય વાહન-વ્યવહાર મંત્રી નીતિન ગડકરીના પોસ્ટર બતાવવામાં આવ્યા, જેમાં ગડકરીના સ્થાને ગડ્ડા-કરી લખવામાં આવ્યું છે. અહીંથી દરરોજ પસાર થતા અંદાજે અઢી લાખ લોકોની સમસ્યાને લઈને આજે (8 જુલાઈ) કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની આગેવાનીમાં જનહિત હાઇવે હક્ક આંદોલન સમિતિ દ્વારા કલેકટર કચેરીનો ઘેરાવ કર્યો હતો. તમામ લોકોની એક જ માંગ છે કે, પહેલા આપો રોડ અને પછી માંગો ટોલ. ઉલ્લેખનીય છે કે, એક અઠવાડિયા પહેલા કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિત રાજપૂતની આગેવાનીમાં નેશનલ હાઇવે ઓથોરિટીની કચેરી ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને રોડ નહીં તો ટોલ નહીં તેવા સૂત્રોચ્ચાર સાથે ગઇંઅઈંના અધિકારીના પૂતળાનું દહન પણ કરાયું હતું.
PM મોદી રાજકોટ- જેતપુર વચ્ચે રોડ શૉ કરે તો તરત જ રસ્તો બની જશે: જીજ્ઞેશ મેવાણી
જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ જેતપુર સીકસ લેન હાઇવે ઉપરથી દરરોજ નીકળતા અઢી લાખ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એટલું જ કહેવાનું કે એક વખત રાજકોટ-જેતપુર વચ્ચે રોડ શો યોજે તો આ હાઇવેનું કામ તુરંત થઈ જશે.