મુખ્ય દેરાસરમાં સમારકામ ચાલતું હોવાથી પ્રતિમા અન્ય દેરાસરમાં મુકાઈ હતી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.27
સુરેન્દ્રનગર જિલ્લામાં ઘરફોડ ચોરી બાદ હવે તસ્કરો દ્વારા મંદિરોમાં ચોરી કરવાનું શરૂ કર્યું છે જેમાં હાલમાં જ વઢવાણના પ્રસિધ્ધ મેલડી માતાનીના મંદિર ખાતે ચોરી થવાની ઘટના સીસીટીવી ફુટેજમાં સામે આવી હતી જે ચોટી કરનાર ઈસમો સુધી પોલીસ પહોંચી શકી નથી ત્યાં વધુ એક જૈન દેરાસરમાં ચોરીની ઘટના સામે આવી છે. જેમાં ધ્રાંગધ્રા શહેરના નાની બજાર સ્થિત જૈન દેરાસરમાં છેલ્લા બે વર્ષથી સરમારકામ ચાલ્યું હોય જેથી મુખ્ય દેરાસરમાં બિરાજમાન ભગવાનની પ્રતિમાને ત્યાંથી થોડે દૂર એની દેરાસર ખાતે સ્થળાંતર કરવામાં આવી હતી. જૈન સમાજ દ્વારા આ સ્થળે દરરોજ પૂજા અર્ચના કરવા માટે આવતા હતા પરંતુ ગુરુવારે સવારે જ્યારે આ જૈન દેરાસર ખાતે પૂજારી દ્વારા પ્રતિમાની પૂજા કરવા માટે મંદિરમાં પ્રવેશ કર્યો ત્યારે ભગવાનની પ્રતિમા પર ચડાવેલ સોનાના આભૂષણો ગાયબ જોવા મળ્યા હતા જેથી દેરાસરના અગ્રણી અને જૈન સમાજના આગેવાનોને આ બાબતની જાણ કરતા તમામ દેરાસર ખાતે દોડી આવી ચોટી અંગે સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી હતી. મુખ્ય દેરાસરમાં સમારકામ થતું હોવાને લીધે થોડા સમય માટે સ્થળાંતર કરેલ દેરાસરમાં કોઈ સીસીટીવી કેમેરા લગાવ્યા ન હતા જેથી પોલીસને પણ ચોરી કરનાર તસ્કરોને શોધવા વધુ મહેનત પડે તેમ છે બીજી તરફ ભગવાનની પ્રતિમા પર ચડાવેલ આભૂષણો સિવાય અન્ય ચાંદીના આભૂષણો અને કોપર પિત્તળના વાસણો સલામત રહ્યા હતા જેથી કોઈ દેરાસરના સંચાલકો દ્વારા ચોરીનો અંજામ પર પાડનાર જાણભેદુ હોવાની આશંકા વ્યક્ત કરી છે.