“આવો બનાવીએ… શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ”
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
જૂનાગઢ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ અન્વયે પ્રથમ દિવસે કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ મેંદરડા, આલીધ્રા, ડેડકિયાળ શાળા ખાતે બાળકોનો ઉત્સાહભેર શાળાનો પ્રવેશ કરાવ્યો હતો.
- Advertisement -
કલેકટરે મેંદરડા તાલુકાની આલીધ્રા ગામ ખાતે વી.વી.એમ. હાઇસ્કુલ, આલીધ્રા પે સેન્ટર શાળા,મેંદરડાની સરસ્વતી વિદ્યા મંદિર,ડેડકિયાળ પ્રાથમિક શાળા ખાતે આંગણવાડી, બાલવાટિકા, ધોરણ 1, ધોરણ 9 અને ધોરણ 11 માં બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.આ પ્રસંગે કલેક્ટરરે સંબોધન કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધારવા સાથે દીકરીઓના અભ્યાસને વેગ આપવા તેમજ બાળકના શાળાના પ્રવેશ થાય તેને તહેવારની જેમ મનાવીએ માટે શાળા પ્રવેશોત્સવ-ક્ધયા કેળવણી મહોત્સવ શરૂ કરાયો હતો. બાળકોને મોબાઈલનો ઉપયોગ ઓછો અને અભ્યાસની પ્રવૃત્તિઓ માટે કરવા અપીલ કરી હતી.સાથે જ તેમણે જણાવ્યું હતું કે મોબાઈલનો સતત ઉપયોગ કરવાથી વિચારવાની ક્ષમતા ઓછી થઈ જાય છે,અભ્યાસમાં ગ્રહણ શક્તિ પર પણ અસર થાય છે. આ સાથે જ તેમણે શાળાના પરિસરમાં અને રોજિંદા જીવનમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.