લોકમેળામાં ફોર્મ ભરવાની મુદ્દત ત્રીજી વખત વધી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના રેસકોર્સ મેદાનમાં 14થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનાર સૌરાષ્ટ્રના સૌથી મોટા જન્માષ્ટમીના ભાતીગળ લોકમેળાનું આયોજન હાલ દ્વિધામાં મુકાયું છે. રાજ્ય સરકાર દ્વારા યાંત્રિક રાઈડ માટે ફરજિયાત બનાવવામાં આવેલી કડક SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) સામે ગુજરાત મેળા એસોસિએશનના વિરોધને કારણે સ્થિતિ ગંભીર બની છે. અત્યાર સુધીમાં યાંત્રિક રાઈડ માટે એક પણ ફોર્મ ભરાયું નથી, જેના પગલે લોકમેળામાં ફોર્મ ભરવાની મુદ્દત ત્રીજી વખત લંબાવીને 9 જુલાઈ કરવામાં આવી છે.
રાજ્ય સરકારની કડક SOPમાં રાઈડ હેઠળ RCC ફાઉન્ડેશન, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ અને GST સાથેનું રાઈડનું બિલ જેવી કડક શરતોનો સમાવેશ થાય છે. આ નિયમોને કારણે રાઈડ ધારકો માટે મેળામાં અસ્થાયી ધોરણે રાઈડ ગોઠવવી અશક્ય બની ગઈ છે. ગુજરાત મેળા એસોસિએશને અગાઉ જ આ કડક જઘઙ રદ કરવાની માંગ સાથે મેળાના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. શરૂઆતમાં 37 રાઈડ ધારકોએ ફોર્મ ઉપાડ્યા હતા, પરંતુ 19 જૂનની બીજી મુદ્દત સુધીમાં એક પણ ફોર્મ ભરીને પરત આવ્યું ન હતું. રાઈડ વિનાનો મેળો ફિક્કો લાગશે અને લોકો ઓછા આવશે તેવી ભીતિને કારણે અન્ય સ્ટોલ અને પ્લોટ ધારકો પણ નિરુત્સાહિત બન્યા છે. 238 સ્ટોલ અને પ્લોટ સામે માત્ર 20 જ ફોર્મ ભરાયા છે, જે ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે.
રાજકોટના નવા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ ડો. ઓમ પ્રકાશે ફોર્મ ભરવાની મુદત વધારીને 9 જુલાઈ કરી છે. આ નિર્ણય પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ સાથેની બેઠક બાદ લેવામાં આવ્યો છે. વહીવટી તંત્ર હાલ દ્વિધામાં છે કે જો જઘઙ હળવી કરવામાં નહીં આવે તો રાઈડ વિના મેળો યોજવો પડશે, જેના કારણે 50 વર્ષથી યોજાતો આ પરંપરાગત લોકમેળો બંધ થઈ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. વહીવટી તંત્ર અને રાઈડ ધારકો વચ્ચે બેઠક થાય અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ મધ્યસ્થી કરે તે જરૂરી બની ગયું છે.
- Advertisement -
લોકમેળામાં આઈસ્ક્રીમના ચોકઠાનું 5 દિવસનું ભાડું સૌથી વધુ રૂ. 4,50,000 છે, જ્યારે 50ડ્ઢ80ની સૌથી મોટી રાઈડનું ભાડું રૂ. 4,20,000 છે. ગત વર્ષની તુલનામાં આ વખતે રમકડાના સ્ટોલમાં 20નો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે યાંત્રિક રાઈડમાં 1 ઘટાડો કરવામાં આવ્યો છે. 45ડ્ઢ70ની એફ કેટેગરીની યાંત્રિક રાઈડમાં નો ઘટાડો કરવામાં આવ્યો છે. આના પરથી એવું લાગી રહ્યું છે કે છેલ્લી ઘડીએ તમામ રાઈડ ધારકો રાઈડ રાખવાની ના પાડી દે તો તે જગ્યા પર પ્લોટ ફાળવણી કરવા માટે વહીવટી તંત્રની પૂર્વ તૈયારી હોઈ શકે છે.



