17581 મતોથી જીત સાથે જીતની ઉજવણીમાં વિજય ચોકે ફટાકડા, નારા અને મીઠાઈના વિતરણ
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
- Advertisement -
વિસાવદર વિધાનસભા માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલીયાએ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મજબૂત ટક્કર આપી અને 17,581 મતોથી ભવ્ય વિજય મેળવી વશતજ્ઞિંશિયત રચી છે. આજે યોજાયેલી મતગણતરી બાદ એમની જીતની જાહેરાત થતા જ રાજુલા શહેરમાં પાર્ટી કાર્યકર્તાઓમાં ઉત્સાહની લહેર જોવા મળી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા વિજય ચોક ખાતે ફટાકડા ફોડીને, મોં મીઠું કરાવી અને “ભારત માતા કી જય”ના નારાઓ સાથે ઉમંગભેર જીતની ઉજવણી કરવામાં આવી હતી. વિજયોત્સવમાં આમ આદમી પાર્ટીના અમરેલી જિલ્લા ઉપપ્રમુખ ભરતભાઈ બલદાણીયા, રાજુલા વિધાનસભા સહ-પ્રભારી કિશોરભાઈ ધાખડા, જયંતીભાઈ બાંભણિયા, ધીરુભાઈ સાવલિયા, આતુભાઈ શિયાળ, જગદીશભાઈ ગોંડલિયા, કિરીટભાઈ પંડ્યા સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. પેટા ચૂંટણીમાં મળેલી આ જીતને કાર્યકર્તાઓએ સામાન્ય જનતાની જીત ગણાવી છે અને આગામી ચૂંટણીમાં વધુ મજબૂત બનવાના સંકલ્પ સાથે ઉજવણી પૂર્ણ કરી હતી.