LCBએ અઠંગ તસ્કરને 16 લાખના મુદ્દામાલ સાથે રેલવે પુલ નીચેથી દબોચી લીધો
DCBએ સુરેન્દ્રનગર દોડી જઈ સાગરીતને 2.46 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ભગવતીપરામાં 19 લાખની ચોરીને અંજામ આપનાર સુરેન્દ્રનગરના બે અઠંગ તસ્કરને એલસીબી અને ડીસીબીએ દબોચી લઇ 24 કલાકમાં જ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે એલસીબીએ એક તસ્કરને ભગવતીપરા રેલ્વે પુલ નીચેથી દબોચી લઈ રોકડ-દાગીના સહિત 15,99,200 રૂપિયાના મુદામાલ સાથે અને ડીસીબીએ બીજા તસ્કરને 2,46,349ના મુદામાલ સાથે દબોચી લીધો હતો. રાજકોટના ભગવતીપરામાં રહેતા – નીલુબેન મુકેશભાઈ ચૌહાણના બંધ મકાનમાંથી 19 લાખની ચોરી થયાની પોલીસ મથકમાં નોંધાવી હતી દરમિયાન એલસીબી પીએસઆઈ બી વી ચુડાસમા અને ટીમે સીસીટીવી તેમજ હ્યુમન સોર્સથી તપાસ હાથ ધરી હતી.
- Advertisement -
દરમિયાન સત્યજીતસિહ અને દિવ્યરાજસિહ સહિતના સ્ટાફને મળેલી બાતમી આધારે ભગવતીપરા રેલ્વે પુલ નીચેથી સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન પાસે ઝુપડામાં રહેતા ભોલા કેશુભાઈ સરવૈયા સિદ્ધ ઉ.24ને દબોચી લઇ તેની પાસેથી રોકડા 3.72 લાખ તેમજ સોના-ચાંદીના દાગીના અને એક મોબાઈલ સહીત 15,69,200 રૂપિયાનો મુદામાલ કબજે કર્યો પોલીસની પ્રાથમિક પૂછતાછમાં પોતે પોતાના બે સાગરીતો સુરેન્દ્રનગરના રાકેશ પેથાભાઈ સરવૈયા અને મયુર નવધણભાઈ મકવાણા સાથે મળી રાજકોટ આવી આ બંધ મકાન નજરે પડતા ચોરીને અંજામ આપ્યો હોવાની કબુલાત આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી દરમિયાન ડીસીબી પીઆઇ એમ આર ગોંડલીયા અને ટીમ પણ આ ગુનાનો ભેદ ઉકેલવા પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફને મળેલી બાતમી આધારે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ સુરેન્દ્રનગરના મયુર નવઘણભાઈ મકવાણાને સુરેન્દ્રનગર ખાતેથી દબોચી લઈ તેની પાસેથી રોકડ 1,43,379, એક પાનું અને એક લાખની રિક્ષા સહિત 2,46,349નો મુદામાલ કબજે કર્યો હતો આ ગુનામાં હજુ પણ રાકેશ સરવૈયા ફરાર હોય તેની શોધખોળ હાથ ધરી છે કડાયેલ ભોલો અગાઉ પાંચ ગુનામાં, છ ગુનામાં અને મયુર 3 ગુનામાં પકડાઈ ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે



