PVC પાઇપ અને કેરબામાં સંતાડી લઈ જવાતો દારૂ ઝડપી પાડ્યો
8.45 લાખનો દારૂ, કાર, બોલેરો સહિત 15.21 લાખનો મુદામાલ કબજે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે એલસીબીના બે, ડીસીબી અને યુનિવર્સિટી પોલીસના એક એક દરોડામાં પાંચ શખ્સોને ઝડપી લઈ 8,45,528નો દારૂ અને બે કાર સહિત 15,21,430 રૂપિયાનો મુદામાલ કબજે કર્યો છે પીવીસી પાઇપ અને કેરબાની આડમાં સંતાડી લઈ જવાતો દારૂનો જથ્થો પોલીસે પકડી પાડ્યો છે.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગરીયા, ડિસીપી (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઈમ ભરત બી.બસીયા દ્વારા પ્રોહીબીશન તથા જુગારના વધુને વધુ કેસો શોધી કાઢવાની આપેલ સૂચના અન્વયે યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ એચ.એન.પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે પરશુરામ ચોકડી થી વેજાગામ જતા રસ્તેથી જીજે 03 એમઈ 7426 નંબરની સ્વીફટ કાર દારૂનો જથ્થો ભરી પસાર થવાની બાતમી આધારે ટીમે વોચ ગોઠવી હતી દરમ્યાન કાર પસાર થતા તેને રોકાવી ઝડતી લેતા વિવિધ કંપનની વિદેશી દારૂની 72 બોટલો મળી આવતા પોલીસે ગોકુળધામ આવાસ યોજના કવાર્ટસ રૂમ નં 3311માં રહેતા અને અગાઉ આઠ વખત પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા પ્રિયાંક ઉર્ફે કાળીયો વિનોદભાઈ મહેતાને ઝડપી લઈ કુલ રૂ.7.23 લાખનો મુદામાલ કબજે કર્યો છે. તેમજ એલસીબી ઝોન-2 પીએસઆઈ આર.એચ.ઝાલા સહિત સ્ટાફે કાલાવડ રોડ પર આવેલા રવિપાર્કમાં શેરી નં 7ના યશ મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની 922 બોટલો સાથે મનીષ પ્રાગજીભાઈ ભટ્ટીને દબોચી રૂ.2.86 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
જયારે ફરાર ફીરોઝ હાસમભાઈ મેણુની શોધખોળ આદરી છે તેમજ બીજો દરોડો જામનગર રોડ સ્લમ ક્વાટરમાં પાડી 12,450 રૂપિયાનો દારૂ ભરેલા એક્ટીવા સાથે પરવેઝ ઉર્ફે મોહસીન ઓસમાણભાઈ બાંભણીયાનિ ધરપકડ કરી કરી 62,450નો મુદામાલ કબજે કર્યો છે. આ ઉપરાંત ડીસીબી પીઆઇ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર અને સી.એચ.જાદવના માર્ગદર્શન પીએસઆઇ વી.ડી.ડોડીયા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિલીપ બોરીચા, પ્રદીપસિંહ જાડેજા, રાજેશ જળુ અને કોન્સ્ટેબલ વિશાલ દવેને રાજકોટના ફાળદંગ ગામથી એક બોલેરોમાં દારૂનો જથ્થો ભરી ગઢકા ગામ તરફ જવાનો છે તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગઢકા ગામ નજીક વોચ ગોઠવી હતી ત્યારે ત્યાંથી પસાર થયેલ બોલેરો પીકઅપ નં. ૠઉં-16-અટ-5726ને અટકાવી ડ્રાઈવરનું નામ પુછતા પોતે રાજસ્થાન બાડમેરનો જંઝારામ ભલારામ ગોદારા ઉ.21 હોવાનું તેમજ ડ્રાઈવર સીટની બાજુની સીટમાં બેઠેલ શખ્સે પોતાનું નામ લીલી સાજડીયાળીનો જેસીંગ ઉર્ફે જયસુખ કેશુ મકવાણા ઉ.25 હોવાનું જણાવેલ હતું બાદમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે બોલેરો પીકઅપમાં તપાસ કરતાં પ્લાસ્ટિકની અંદર કાળા કલરની પાણીની પાઈપ ગોળ વીંટાળેલ હોય જે ખોલીને જોતા તેમાં પતરાનો ગોળ રોલ હતો અને તેની અંદરથી વેદેશી દારૂ ભરેલ પેટીઓ મળી આવી હતી.
- Advertisement -
દારૂની 648 બોટલ મળી આવતા 3.24 લાખનો દારૂ અને બોલેરો સહિત 7.35 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો વધુ પૂછતાછમાં રાજસ્થાની બોલેરો ચાલક જુંઝારામને બોલેરો પીકઅપ રાજસ્થાનના શખ્સે ચોટીલાથી કમળાપૂર જવાના રોડ પરથી સોપેલ હતો તે વિદેશી દારૂનો જથ્થો ભૂપગઢ ખાતે જેસીંગ મકવાણાને આપવાનો હતો.



