અધિકારીઓની આંગળવાડી બંધ કરવાની સૂચના છતાં બાળકો બેસાડાય છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
ધ્રાંગધ્રા તાલુકાના દુદાપર ગામે વર્ષો પૂર્વે બનેલી ઈમારતમાં આંગણવાડી ચલાવવામાં આવે છે પરંતુ હાલ જે જગ્યા પર ગણવાડી ચાલી રહી છે તે ખૂબ જ જર્જરિત થઈ ચૂકી છે. આ આંગણવાડીમાં મોકલવામાં આવતા બાળકોના વાલીઓના જીવ અઘ્ધર રહે છે કારણ કે આંગણવાડીની છત પરથી આગાઉ પોપડા પણ પડ્યા હતા જેના લીધે છતના સળિયા નજરે જોઈ શકાય છે જ્યારે દીવાલો પર મોટી તિરાડો પડી છે હાલ વરસાદની સિઝન છે અને આવા સમયે આંગણવાડી અભ્યાસ કરવા આવતા બાળકો સાથે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ગ્રામજનો દ્વારા વારંવાર આંગળવાડીની ઈમારત બદલવાની માંગ કરી હતી જેને લઇ અગાઉ અધિકારી દ્વારા દુદાપર ગામની આંગણવાડી ખાતે સ્થળ મુલાકાત લઈ જર્જરિત હોવાથી બંધ કરી બાળકોને સલામત સ્થળે બેસાડવા સૂચના અપાઈ હતી.
- Advertisement -
પરંતુ ધ્રાંગધ્રાના સીડીપીઓ દ્વારા ફરજિયાત બાળકોને આ જર્જરિત આંગણવાડીમાં બેસવા માટેની સંચાલકો પાસે ફરજ પડાતી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે ત્યારે જર્જરિત ઇમારત હોવા છતાં આંગણવાડી ખાતે બાળકોને આ ઈમારતમાં બેસાડવાના લીધે વાલીઓમાં પણ રોષ નજરે પડી રહ્યો છે પરંતુ બાળકોના ભવિષ્ય માટે ન છૂટકે બાળકોના જીવના જોખમે વાલીઓ પણ અહીં બાળકોને મૂકી જાય છે. આ સાથે જે જર્જરિત આંગણવાડીમાં બાળકોને બેસાડવામાં આવે છે ત્યાં બાજુમાં ગટર લાઇન પણ ભાંગી પડેલ હોવાથી ગટરનું પાણી આંગણવાડીના રોડ પર ફેલાયેલું જોબ મળે છે જેમાંથી બાળકો અને તેના વાલીઓ પસાર થઈ રહ્યા છે. ગટરની પાઇપ લાઇન ભાંગી પકડવાના લીધે ગરણું પાણી રોડ પર ફેલાતા ગંદકીના બાજુમાં જ આંગણવાડીમાં બાળકો બેસે છે જેના લીધે મચ્છર જેની રોગથી બાળકો બીમારના ભોગ બને છે. જ્યારે ગટરના ઉભરાતા પાણીને લઈને સ્થાનિક સરપંચને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ ધ્યાન નહીં આપતા દુદાપર ખાતે જર્જરિત આંગણવાડી બંધ કરી અન્ય સુરક્ષિત જગ્યા ફાળવવા માટે બાળકોના વાલીઓ દ્વારા માંગ કરી છે.