10 વર્ષ જૂના કેસમાં પોલીસ વિરુદ્ધ ફરિયાદ દાખલ: ફરિયાદી ચેતન ગોંડલિયાએ વર્ષ 2015માં પોલીસ વિરુદ્ધ મારામારીનો કેસ દાખલ
કર્યો હતો
2 ઓગસ્ટે તત્કાલિન DCP, PI, PSI સહિત અધિકારીઓને રાજકોટ કોર્ટમાં હાજર રહેવા સમન્સ પાઠવતી કોર્ટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી પોલીસ વિભાગના માથે છે, પરંતુ આ કાયદો અને વ્યવસ્થાના રક્ષકો જ પ્રજાને હેરાન કરે ત્યારે લોકો કોર્ટ સામે મીટ માંડે છે. તેવી જ રીતે વર્ષ 2015માં રાજકોટના તત્કાલિન ડીસીપી ચૌધરી, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર વી.એમ. જાડેજા, ઙજઈં જી.એમ.હડીયા તથા અન્ય સ્ટાફ દ્વારા ફરિયાદીને કસ્ટડીમાં ઢોર માર માર્યાનો કેસ રાજકોટની કોર્ટમાં દાખલ કરાયો હતો જેમાં જજે પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરવાનો હુકમ કર્યો છે.
- Advertisement -
ચેતનભાઈ ગોંડલિયાએ 10 વર્ષ પહેલા તા. 7-1-2025ના રોજ કોર્ટમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના તત્કાલિન તત્કાલિન પોલીસ ઈન્સ્પેક્ટર વી.એમ. જાડેજા તથા સ્ટાફ વિરુદ્ધ ઢોર માર માર્યાનો કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. ગાંધીગ્રામ પોલીસે ચેતનભાઈ ગોંડલીયાને મારામારીના કેસમાં અટક કરી કસ્ટડીમાં બોથડ પદાર્થ વડે માર મારતા ચેતનભાઈને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ચેતનભાઈ ગોંડલીયાની સારવાર કરનાર ડોક્ટરની જુબાની અને મેડીકલ સર્ટીફિકેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેથી રજૂ થયેલા પુરાવા અને ચેતનભાઈની જુબાનીના આધારે કોર્ટે તત્કાલિન ડીસીપી ચૌધરી, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ વી.એમ.જાડેજા, પોલીસ સબ ઈન્સ્પેક્ટર જી.એમ.હડીયા, કુલદિપસિંહ જાડેજા, સિદ્ધરાજસિંહ જાડેજા, કિશનભાઈ, પ્રતાપભાઈ, રાજુબાલા, ક્રિપાલસિંહ, રાવતભાઈ આહીર સામે ફરિયાદ દાખલ કરી 2 ઓગસ્ટના રોજ કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યું છે.
કોર્ટે આ તમામ સામે ઈન્ડિયન પીનલ કોડની કલમ 323, 324 અને 114 મુજબ ગુનો દાખલ કર્યો છે. આ કેસમાં ફરિયાદી વતી એડવોકેટ આર.બી.ચાવડા રોકાયા હતા.


