કાજોલ હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘મા’નું પ્રમોશન કરી રહી છે. એક્ટ્રેસને તેના પતિ અજય દેવગણે પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મ થિયેટરમાં 27 જૂને રિલીઝ થશે. હવે એક ઈન્ટરવ્યૂમાં એક્ટ્રેસે પતિ સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો છે.
મને બહુ હેરેસ કરી
- Advertisement -
એક ઈન્ટરવ્યૂમાં કાજલે પોતાના ફની અંદાજમાં અજય સાથે કામ કરવા અંગેના સવાલનો જવાબ આપતા કહ્યું કે, ‘આ પ્રોડ્યૂસર (અજય દેવગણ) વિશે હું શું કહું? મને તેણે બહુ હેરેસ કરી છે. કોઈ પણ આ વાત પર વિશ્વાસ નહીં કરશે.’ આવું બોલતા જ કાજોલ હંસી પડી. ત્યારબાદ તેણે સીરિયસ થતા કહ્યું કે, ના આવું બિલ્કુલ નથી. તેના વિશે મારે આ વાત કહેવી પડશે. અજય શાનદાર પ્રોડ્યૂસર છે.
ચાહકો કાજોલની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા
ફિલ્મ ‘મા’ ની વાત કરીએ તો આ ફિલ્મ હોરર અને માઈથોલોજીનું મિક્સ છે. આ ફિલ્મમાં રોનિત રોય, ઈન્દ્રનીલ સેનગુપ્તા પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે. ટ્રેલરમાં યુઝર્સને કાજોલનો ઈન્ટેન્સ અવતાર ખૂબ પસંદ આવ્યો છે. તે પોતાની દીકરીને બચાવવા માટે સુપરનેચરલ શક્તિઓ સામે લડતી જોવા મળશે. ચાહકો કાજોલની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અભિનેત્રીની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ ‘દો પટ્ટી’ હતી. તે OTT પર રિલીઝ થઈ હતી.