જૂનાગઢ બિલ્ડરોએ જુડા કચેરીને આવેદન આપ્યું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ ટીંબાવાડી તેમજ જોષીપરા વિસ્તારના બિલ્ડરોએ રાજ્ય સરકાર દ્વારા બાંધકામ મંજૂરીની ફીમાં પ્રતિ મિટર તોતીંગ વધારો કરતા બિલ્ડરોએ આજે જૂનાગઢ જુડા કચેરીએ આવેદન પત્ર આપી રોષ વ્યક્ત કર્યો હતો.
- Advertisement -
જૂનાગઢ શહેરમાં બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા બિલ્ડરોએ આવેદન પત્ર આપી જણાવ્યુ હતુ કે, જૂનાગઢ શહેરમાં ટીપી સ્કીમો લાગુ કરેલ તે વિસ્તારમાં જુડા દ્વારા બાંધકામ મંજૂરી આપે છે તેમાં બાંધકામ મંજૂરીની ફી રૂા.300 પ્રતિ મિટર છે જેના બદલે હવે જુડા દ્વારા બેટલમેન્ટ ચાર્જ પ્રતિ મિટર રૂા.1200થી 1600 લેવામાં આવી રહેલ છે. ત્યારે રાજ્ય સરકારને અરજ કરતા આ બેટલમેન્ટ ચાર્જ રદ કરવો જોઇએ. જેથી સામાન્ય પ્રજા માટે મોટુ ફીનું ભારણ ઘટશે અને બિલ્ડરોએ એવી ચિમકી ઉચ્ચારી હતી કે, જો અમારી માંગણી નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં જૂનાગઢ શહેરનાં તમામ બીલ્ડરો ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવશે. તેમ સમીર દિનેશ ચંદ્ર રાજાએ જણાવ્યુ હતુ.