ગુરુવારે અમદાવાદમાં એર ઈન્ડિયા ફ્લાઇટ171 ના અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારને ટાટા ગ્રુપ 1 કરોડ રૂપિયાની સહાય આપશે, જેમાં 200થી વધુ લોકો માર્યા ગયા હતા.
ટાટા ગ્રુપે જીવ ગુમાવનારાઓના પરિવારોને 1 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી
- Advertisement -
ટાટા ગ્રુપ દ્વારા બીજે મેડિકલ હોસ્ટેલનું પુનઃનિર્માણ કરવામાં આવશે.
ટાટા ગ્રુપ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ બચી ગયેલા લોકોની સારવાર માટે ભંડોળ પૂરું પાડશે
ટાટા સન્સના ચેરમેને ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું
- Advertisement -
ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને કહ્યું છે કે, આ મુશ્કેલ સમયમાં શબ્દો ખૂટી પડે છે. અમે મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી શોકની લાગણી વ્યક્ત કરીએ છીએ. પોતાના પ્રિયજનો ગુમાવનારા અને ઈજાગ્રસ્ત થનારા તમામ સાથે અમારી સંવેદના છે.
ટાટા ગૂપપ કૉલેજ હોસ્ટેલના પુનઃનિર્માણ માટે પણ મદદ કરશે
ટાટા ગ્રૂપે જાહેરાત કરી છે કે, અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને એક કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. ટાટા ગ્રૂપ ઈજાગ્રસ્ત મુસાફરોની સારવારનો સંપૂર્ણ ખર્ચ પણ ઉઠાવશે અને તેમને દરેક જરૂરી તબીબી સુવિધા પૂરી પાડશે. ટાટા ગ્રૂપ અમદાવાદમાં બીજે મેડિકલ કૉલેજના હોસ્ટેલના પુનઃનિર્માણ માટે પણ મદદ કરશે. કંપનીએ એમ પણ કહ્યું છે કે તે આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત પરિવારો અને સમુદાયો સાથે મજબૂત રીતે ઊભી છે.