વૃદ્ધની હત્યામાં માસ્ટર માઈન્ડ યુવતી પાસે સિવિલ એન્જિનિયરિંગની ધરાવે છે ડિગ્રી
લોહીવાળા કપડાં અને છરી ન્યારી ડેમ પાસેથી કબજે : આઠ પૈકી બે વિટી હજુ પણ ગાયબ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની વાલકેશ્વર સોસાયટી મેઈન રોડ પર આવેલી શ્રીનગર સોસાયટીમાં એકલા રહેતાં બરકતભાઈ લાખાણી ઉ.70ની ત્રણ દિવસ પહેલાં ઘરમાં ઘુસી, છરીના ઘા ઝીંકી, હત્યા નિપજાવી, સોનાના દાગીનાની લૂંટ ચલાવાયાની ઘટનાનો ક્રાઈમ બ્રાંચે ભેદ ઉકેલી નાખી માસ્ટર માઈન્ડ સ્નેહલબા પ્રતાપસિંહ ગોહિલ અને કિશન માનસીંગભાઈ વાઢેરની ધરપકડ કરી મોટાભાગનો મુદામાલ કબજે કર્યો હતો બંને આરોપીઓને ઝડપી લઈ ભક્તિનગર પોલીસને સોંપી દીધા હતા.
- Advertisement -
દરમિયાન ભક્તિનગર પીઆઈ એમ.એમ. સરવૈયા અને રાઈટર નિલેશભાઈ મકવાણાએ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરતાં આરોપીઓએ ન્યારી ડેમ પાસે છૂપાવી દીધેલા લોહીવાળા કપડા અને છરી કબજે કર્યા હતા પોલીસ તપાસમાં એવુ ખુલ્યું છે કે સ્નેહલબાએ સિવિલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે જ્યારે કિશન 8 પાસ છે મવડી ચોકડી પાસે એસ.બી.એફ.સી. ફાઈનાન્સ કંપનીમાં ગોલ્ડ લોનનું કામ કરતી હતી તેણીએ ફલીપકાર્ટમાં ડિલીવરી ગર્લ તરીકે પણ નોકરી કરતી હતી. એકાદ વર્ષ પહેલાં મૃતકને પાર્સલ દેવા ગઈ હતી ત્યારે ગોલ્ડ લોનનું પેમપલેટ પણ આપ્યું હતું. તે વખતે મૃતકે તેને પરફર્યુમ ગીફટ આપ્યુ હતું ત્યાર પછી મૃતકે તેને કોલ કરી પોતાને ત્યાં બાળકનો જન્મ થયાનું કહી પેંડા આપવાની વાત કરી હતી પરંતુ તે પેંડા લેવા ગઈ ન હતી આ પછી મૃતક અવાર-નવાર તેને ગુડ મોર્નિંગ વગેરેના મેસેજ કરતા હતા. પરંતુ તે જવાબ આપતી ન હતી એક-બે વખત મૃતકના ઘરે પણ ગઈ હતી. ફલીપકાર્ટમાં નોકરી દરમિયાન તેનો કિશન સાથે પરિચય થયો હતો. નોકરી છૂટી જતાં તેની આર્થિક સ્થિતિ નબળી બની ગઈ હતી આ સ્થિતિમાં તેણે મિત્ર કિશન કે જેની પણ નોકરી છુટી ગઈ હતી તેની સાથે મૃતકને લુંટવાની વાત કરી હતી ન્યારી ડેમે યોજના વિશે કિશન સાથે ચર્ચા કર્યા બાદ બંનેએ સાથે મળી મૃતકના ઘરે જઈ તેની હત્યા કરી, દાગીનાની લુંટ ચલાવી હતી ભોગ બનનાર આઠ આંગળીમાં વિટી પહેરતા હોય પરંતુ ક્રાઇમ બ્રાન્ચે માત્ર 6 જ વિટી કબજે કરી હોય અન્ય બે વિટી કયા છે તે કબજે કરવા પોલીસે બંનેની આકરી પૂછતાછ હાથ ધરી છે.