રેલ્વે વહીવટીતંત્ર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે
દિવા અને કોપર સ્ટેશન વચ્ચે ઘટના
- Advertisement -
ટ્રેનના ડબ્બામાંથી ઘણા મુસાફરો પડી ગયા
ઘાયલોને કાલવા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં પાંચને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ભીડના કારણે થયો અકસ્માત
- Advertisement -
મળતી માહિતી મુજબ, આશરે 8 થી 10 મુસાફરો ટ્રેનમાંથી નીચે પડી ગયા છે. જેમાં 5 લોકોના મોત થયાની આશંકા છે. અકસ્માતનું કારણ ટ્રેનમાં વધુ પડતી ભીડ હોવાનું કહેવાય છે. જો કે આ ઘટના બાદ રેલવે સેવાઓ પ્રભાવિત થઈ છે.
મધ્ય રેલવેના CPRO સ્વપ્નિલ નીલાએ દુર્ઘટના અંગે આપી જાણકારી
આ મામલે રેલવે મધ્ય રેલવેના CPRO સ્વપ્નિલ નીલાએ મુંબઈ લોકલ ટ્રેન દુર્ઘટના અંગે જણાવ્યું કે, ‘છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ (CSMT)થી કસારા વચ્ચે ચાલતી લોકલ ટ્રેનના ગાર્ડે અમને જાણકારી આપી કે 8 લોકો ટ્રેનના પાટા પર પડી ગયા હતા, આ લોકોને હોસ્પિટલ પહોંચાડવા માટે રેલવે દ્વારા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઘટનાની જાણકારી અમને લગભગ સવારે 9:30ની આસપાસ મળી હતી અને એમ્બ્યુલન્સ ઘટના 9:50 વાગ્યાની આસપાસ પહોંચી, હાલ બધા લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે.’
આ દુર્ઘટના વિષે રેલવે CPROએ વધુમાં જાણકારી આપતા કહ્યું કે, ‘આ લોકો લોકલ ટ્રેનના દરવાજા પર ઉભા રહીને મુસાફરી કરી રહ્યા હતા. વધુમાં હવે જે નવી લોકલા ટ્રેન આવશે તેના બધા એસી રેક છે, જેમાં ઓટોમેટિક દરવાજા બંધ કરવાની સુવિધા છે. જેથી આવી ઘટના ટાળી શકાય.’
વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ
આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. જેને પોસ્ટ કરી શકાતા નથી કારણ કે તેમાં જોઈ શકાય છે કે લોકોના મૃતદેહ પ્લેટફોર્મ પર કપડાં વગર પડેલા છે. હાલ મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે. બધા જ મૃતકો 30-35 વર્ષ વચ્ચેના હોવાનું જાણવા મળ્યું છે.




