મસ્ક પાગલ થઈ ગયો છે : રાષ્ટ્રપતિ ટ્રમ્પ
મસ્ક અને ટ્રમ્પનો વિવાદ વધુ વકર્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન
ગુરુવારે રાત્રે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લાના વડા ઇલોન મસ્ક, જે એક સમયે તેમની નજીક હતા, તેમની વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. આ ઝઘડો એટલો વધી ગયો કે મસ્કે ટ્રમ્પ સામે મહાભિયોગની માગ કરી. તેમણે કહ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સને રાષ્ટ્રપતિ બનાવવા જોઈએ.
ત્યાર બાદ મસ્કે ટ્રમ્પનું નામ જેફરી એપ્સટિન સાથે જોડ્યું, જેમને સગીર છોકરીઓનું જાતીય શોષણ અને તસ્કરી કરવાના દોષી ઠેરવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ટ્રમ્પનું નામ એપ્સટિનની ફાઇલોમાં છે. આ જ કારણ છે કે તેને જાહેર કરવામાં આવી નથી. એ જ સમયે ટ્રમ્પે મસ્કની કંપનીઓને સરકારી કરાર અને સબસિડી બંધ કરવાની ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે મસ્ક સંપૂર્ણપણે પાગલ થઈ ગયો છે. આ લડાઈ ત્યારે શરૂ થઈ જ્યારે મસ્કે ટ્રમ્પની ઘરેલુ નીતિ અને કરવેરા બિલની ટીકા કરી, જેને ટ્રમ્પ ’બિલ બ્યૂટિફુલ બિલ’ તરીકે પ્રમોટ કરી રહ્યા હતા. મસ્કે આ બિલને ’ખૂબ જ ખરાબ’ ગણાવ્યું. વાત અહીં જ અટકી નહીં. મસ્કે સોશિયલ મીડિયા પર ટ્રમ્પ અને તેમના સહયોગીઓની જૂની ટિપ્પણીઓ શેર કરવાનું શરૂ કર્યું, જેમાં તેમણે યુએસ સરકારના વધતા ખર્ચ અને ખાધ પર ચિંતા વ્યક્ત કરી. આનાથી મામલો વધુ વકર્યો.
હવે વધુ લોકો આ લડાઈમાં જોડાયા છે, જેમાં ટ્રમ્પના રાજકીય સાથીઓ અને ટેક ઉદ્યોગનાં મોટા નામોનો સમાવેશ થાય છે. ટ્રમ્પે તો એમ પણ કહ્યું છે કે તેઓ મસ્કની કંપનીઓ સાથેના તમામ યુએસ સરકારના કરારો સમાપ્ત કરવાનું વિચારી રહ્યા છે.
- Advertisement -
ગુરુવારે રાત્રે લગભગ 9:35 વાગ્યે ટ્રમ્પે મીડિયા સાથે વાત કરી. પત્રકારોએ પૂછ્યું કે મસ્કે તમારા બિગ બ્યૂટિફુલ બિલ (ટેક્સ અને ખર્ચ બિલ)ની ટીકા કરી છે. તમે આ વિશે શું કહેશો?
આના જવાબમાં ટ્રમ્પે કહ્યું- મને હંમેશાં ઇલોન ગમ્યા છે. તમે જોયું જ હશે કે તેમણે મારા વિશે શું કહ્યું, તેમણે મારા વિશે કંઈ ખરાબ કહ્યું નથી. હું ઈચ્છું છું કે તે બિલની જગ્યાએ મારી ટીકા કરે, કારણ કે બિલ શાનદાર છે. આ આપણા દેશના ઇતિહાસમાં સૌથી મોટો કાપ છે.
ટ્રમ્પે આગળ કહ્યું- ઈલોન આ બિલથી સંપૂર્ણપણે વાકેફ હતા, કદાચ અહીં બેઠેલી કોઈપણ વ્યક્તિ કરતાં વધુ. તેમને એનાથી કોઈ સમસ્યા નહોતી, પરંતુ અચાનક તેમને સમસ્યા થઈ જ્યારે તેમને ખબર પડી કે આપણે ઇલેક્ટ્રિક વાહન (ઊટ)ના આદેશમાં ઘટાડો કરવો પડશે, કારણ કે એની કિંમત અબજો ડોલર છે.
હું તેમનો મુદ્દો સમજી શકું છું, પણ તેઓ બિલ વિશે બધું જ જાણતા હતા. તેમણે ક્યારેય ફરિયાદ કરી ન હતી, પરંતુ અમારી સરકાર છોડતાંની સાથે જ તેમનો અભિપ્રાય બદલાઈ ગયો. મસ્કે મારા વિશે ખૂબ જ સારી વાતો કહી હતી, જે રેકોર્ડ પર છે. તેમણે ક્યારેય મારા વિશે વ્યક્તિગત રીતે કંઈ ખરાબ કહ્યું નથી, પરંતુ કદાચ હવે તેઓ આમ કરશે. હું ઈલોનથી ખૂબ નિરાશ છું. મેં તેમને ઘણી મદદ કરી છે.
મસ્કે ડ પર લખ્યું- આ જૂઠાણું છે. મને આ બિલ ક્યારેય બતાવવામાં આવ્યું નહોતું અને એ મધ્યરાત્રિએ એટલી ઝડપથી પસાર થઈ ગયું કે કોંગ્રેસ (સંસદ)ના લગભગ કોઈ સાંસદને એ વાંચવાનો મોકો પણ મળ્યો નહીં. આ પછી મસ્કે ટ્રમ્પ વિરુદ્ધ સતત અનેક ટ્વીટ કર્યા અને તેમને કૃતઘ્ન કહ્યા.
મસ્કે ટ્વીટમાં લખ્યું – મારા વિના, ટ્રમ્પ ચૂંટણી હારી ગયા હોત. ડેમોક્રેટ્સે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ પર કબજો કર્યો હોત અને રિપબ્લિક્ધસે સેનેટ 51-49 ના માર્જિનથી જીતી લીધું હોત. આ કૃતઘ્નતા છે.
મસ્કે બીજા એક ટ્વીટમાં લખ્યું – સરકારે ઇલેક્ટ્રિક વાહનો અને સૌર ઊર્જા પર સબસિડી ઘટાડી, પરંતુ તેલ-ગેસ કંપનીઓને આપવામાં આવતી સહાયને એમ જ રહેવા દીધી, જે ખૂબ જ ખોટું છે.
આ સાથે આ બિલમાં ઘણા બધા બિનજરૂરી ખર્ચ ઉમેરવામાં આવ્યા છે, જેને દૂર કરવા જોઈએ. ઇતિહાસમાં આવો કોઈ કાયદો બનાવવામાં આવ્યો નથી જે કદમાં મોટો હોય અને કામમાં સારો હોય.
મસ્કે ટ્રમ્પના બિગ બ્યૂટિફુલ બિલને ’મોટું અગ્લી બિલ’ ગણાવ્યું અને કહ્યું કે બિગ અગ્લી બિલ સરકારી ખાધને 2.5 ટ્રિલિયન સુધી વધારી દેશે.