ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.30
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ પાકિસ્તાન સાથેના સંઘર્ષ બાદ કેન્દ્ર સરકાર દ્વારા થઈ રહેલી વાહવાહી પર કેટલાક સવાલો ઉઠાવ્યા છે. તેમણે હૈદરાબાદમાં ’જય હિંદ યાત્રા’ પહેલાં એક જનસભાને સંબોધિત કરતાં ભાજપ પર આરોપ મૂક્યો હતો કે, ‘ભાજપ પાકિસ્તાન સાથેના સંઘર્ષનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. આ સંઘર્ષમાં પારદર્શકતા પણ નથી. ચાર દિવસના સંઘર્ષ પછી શું થયું, કોણે આત્મસમર્પણ કર્યું એ વિશે આપણે કંઈ જાણતા નથી.’
- Advertisement -
રેવંત રેડ્ડીએ યુદ્ધ વિરામના નિર્ણય પર ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક ન બોલાવવા બદલ પણ વડાપ્રધાન પર પ્રહાર કર્યા હતાં. તેમણે ક્હ્યું કે, ’સંઘર્ષ શરૂ કરતાં પહેલાં તમે સર્વપક્ષીય બેઠક બોલાવી, જ્યારે તમને અમારી જરૂર હતી, ત્યારે તમે અમને બોલાવ્યા, અમે સેના સાથે જ છીએ, પરંતુ સંઘર્ષ સમાપ્ત થતાં અમને સામેલ ન કર્યાં. પાકિસ્તાને કેટલા રાફેલ નષ્ટ કર્યા, તેના વિશે કોઈ કઈ બોલી રહ્યું નથી. નાગરિકો અને રાજકીય પક્ષોની વારંવાર દરખાસ્ત છતાં કેન્દ્ર સરકાર ઙઘઊંને પાછું મેળવવામાં નિષ્ફળ રહી.’