સર્વેશ્વર ચોક અને ગવલીવાડ ખાતે નિરીક્ષણ કરતા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા
અન્ય આનુસાંગિક કામગીરી ઝડપીથી પૂર્ણ કરવા પણ સુચના
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આગામી સમયમાં ચોમાસાને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ કામગીરીને ઝડપી અને સમયમર્યાદામાં પૂર્ણ કરવાના આશય સાથે આજે તા.29-05-2025ના રોજ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ યાજ્ઞિક રોડ, સર્વેશ્વર ચોક ખાતે જુના વોંકળાને દુર કરી નવા વોંકળા બનાવાવની કામગીરી અને ગવલીવાડ વોંકળામાં જુનું કલ્વર્ટ દુર કરી નવું કલ્વર્ટ બનાવવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોક ખાતે રૂ.6.60 કરોડના ખર્ચે વોંકળાને રીનોવેટ કરવાની કામગીરી ચાલી રહી છે, જેમાં 80 મીટર લંબાઈની કામગીરી પૂર્ણ થઇ ગયી છે અને બાકી રહેતી 30 મીટર લંબાઈની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા એજન્સીના પ્રતિનિધિને સુચના આપી હતી. આગામી સમયમાં ચોમાસાને ધ્યાનમાં રાખીને યાજ્ઞિક રોડ પરનો બોક્ષ કલ્વર્ટનો રાપ્ટ સ્લેબ તથા અન્ય આનુસાંગિક કામગીરી ઝડપી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીને સુચના આપી હતી. ગવલીવાડ વોંકળા ખાતે રૂ.40 લાખના ખર્ચે વોંકળા પરનું જુનું ઝર્ઝરિત સ્લેબ કલ્વર્ટ દુર કરી નવું સ્લેબ કલ્વર્ટ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં હાલ જુનું કલ્વર્ટ દુર કરવામાં આવેલુ છે અને તેનો રબીશ ઉપાડવાની કામગીરી ચાલી રહી છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની ફીલ્ડ વિઝિટમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, સિટી એન્જી. અતુલ રાવલ, ડી.ઇ.ઇ. એમ.બી.ગાવિત અને એજન્સીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.



