ખાસ-ખબર ન્યૂઝ ઢાકા, તા.27
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ પર દેશને અમેરિકાને વેચવાનો આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું,
મારા પિતા સેન્ટ માર્ટિન ટાપુ માટે અમેરિકાની માંગણીઓ સાથે સહમત ન હતા. તેની કિંમત તેમણે પોતાનો જીવ આપીને ચૂકવવી પડી. મેં ક્યારેય સત્તામાં રહેવા માટે દેશ વેચવાનો વિચાર પણ કર્યો નહોતો.
ખરેખરમાં, ગયા અઠવાડિયે યુએસ આર્મીની એક ટુકડીએ બાંગ્લાદેશની મુલાકાત લીધી હતી. આ દરમિયાન બંને દેશોના લશ્ર્કરી અધિકારીઓ વચ્ચે એક બેઠક પણ યોજાઈ હતી. આ ઉપરાંત, અમેરિકન સૈનિકોએ કોક્સ બજારના બીચ પર બાંગ્લાદેશી સૈનિકો સાથે અભ્યાસ પણ કર્યો હતો.
હસીનાએ દાવો કર્યો હતો કે યુનુસે સરકારની કમાન આતંકવાદીઓને સોંપી દીધી છે. ભૂતપૂર્વ પીએમએ તેમના પક્ષના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટમાં કહ્યું કે યુનુસે આતંકવાદીઓની મદદથી સત્તા કબજે કરી છે.
હસીનાએ દાવો કર્યો હતો કે તેમના દ્વારા ધરપકડ કરાયેલા પ્રતિબંધિત આતંકવાદીઓને યુનુસે છોડી મૂક્યા છે. આજે જેલો ખાલી છે.
જૂન 2021માં, બંગાળી અખબારોએ દાવો કર્યો હતો કે અમેરિકા બાંગ્લાદેશ પાસેથી સેન્ટ માર્ટિન ટાપુની માંગ કરી રહ્યું છે. તે અહીં મિલિટરી બેઝ બનાવવા માંગે છે.
આ પછી, બાંગ્લાદેશ વર્કર્સ પાર્ટીના પ્રમુખ રાશિદ ખાન મેનને પણ સંસદમાં કહ્યું કે અમેરિકા સેન્ટ માર્ટિન ટાપુ મેળવવા માંગે છે અને ક્વાડના સભ્ય બનવા માટે દબાણ કરી રહ્યું છે.
સેન્ટ માર્ટિન ટાપુ, જેણે બાંગ્લાદેશના રાજકારણમાં ખૂબ જ હોબાળો મચાવ્યો હતો, તે ફક્ત 3 ચોરસ કિમીનો ટાપુ છે. મ્યાનમારથી તેનું અંતર ફક્ત 5 માઇલ છે. જૂન 2023માં, પીએમ હસીનાએ કહ્યું હતું કે જો વિપક્ષી ઇગઙ પાર્ટી સત્તામાં આવશે, તો તેઓ સેન્ટ માર્ટિન વેચી દેશે.
બાંગ્લાદેશમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે, સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ તેમના પદ પર રહેશે. પહેલા એવું માનવામાં આવતું હતું કે રાજકીય અને લશ્ર્કરી દબાણને કારણે તેઓ રાજીનામું આપી શકે છે.
મોહમ્મદ યુનુસે શનિવારે સલાહકાર પરિષદની બેઠક બોલાવી હતી. આ બેઠક પછી, આયોજન સલાહકાર વાહિદુદ્દીન મહમૂદે કહ્યું – મોહમ્મદ યુનુસ અમારી સાથે રહેશે.
તેમણે કહ્યું કે અમને નવી જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે. સમાચાર એજન્સી ઞગઇ અનુસાર, સલાહકાર પરિષદની બેઠક પછી ટૂંક સમયમાં મંત્રીઓ સાથે બેઠક યોજાશે.
તેમજ, આર્મી ચીફ વકાર-ઉઝ-ઝમાને ડિસેમ્બર સુધીમાં ચૂંટણી કરાવવા માટે સ્પષ્ટપણે અલ્ટીમેટમ આપ્યું છે. બીજી તરફ, ચૂંટણીને લઈને વિરોધ પક્ષો ઇગઙ અને જમાત-એ-ઇસ્લામી વચ્ચે ચર્ચા ચાલી રહી છે અને રસ્તા પર સંઘર્ષ માટે રણનીતિ ઘડવામાં આવી રહી છે.
નેશનલ સિટીઝન પાર્ટી જમાત-એ-ઇસ્લામીની વિદ્યાર્થી પાંખ છાત્ર શિબિર અને ડાબેરી વિદ્યાર્થી સંગઠનોએ સર્વાનુમતે કહ્યું છે કે જ્યાં સુધી પાછલી સરકાર દરમિયાન થયેલી હિંસા અને હત્યાઓની નિષ્પક્ષ તપાસ નહીં થાય ત્યાં સુધી ચૂંટણીનો કોઈ અર્થ નથી.
એનસીપીના વિદ્યાર્થી નેતા નાહિદ ઇસ્લામ કહે છે કે જો દેશના તમામ વર્ગો આ રીતે અસહયોગ કરશે તો ડો. યુનુસ રાજીનામું આપી દેશે. અમે તેમને રાજીનામું ન આપવા વિનંતી કરી છે, પરંતુ ચૂંટણી પહેલા ન્યાય જરૂરી છે. ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાની બીએનપીએ પણ યુનુસ પર દબાણ વધાર્યું છે અને ડિસેમ્બરમાં ચૂંટણી કરાવવાની ફરીથી માંગણી કરી છે.
પાર્ટીએ ચેતવણી આપી છે કે જો સરકાર ચૂંટણી રોડમેપ તૈયાર નહીં કરે અને ટૂંક સમયમાં જાહેરમાં તેની જાહેરાત નહીં કરે, તો તેમના માટે સરકાર સાથે સહયોગ ચાલુ રાખવો મુશ્ર્કેલ બનશે.
વચગાળાની સરકારના વડા યુનુસે અત્યાર સુધી જાન્યુઆરી-જૂન 2026 વચ્ચે ચૂંટણી યોજવાની વાત કરી છે. ડિસેમ્બર 2025 પછી તેને લંબાવવામાં આવતા સેના નારાજ છે. આ કારણે, સંઘર્ષો વધુ તીવ્ર બની શકે છે. યુનુસ ઉપરાંત, કટ્ટરપંથી જમાત-એ-ઇસ્લામી પણ ચૂંટણી મુલતવી રાખવાના પક્ષમાં છે.
મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશ અમેરિકાને વેંચી દીધું, સરકારની કમાન આતંકવાદીઓના હાથમાં: શેખ હસીનાનો આરોપ
