ઓપરેશન સિંદૂરનો પ્રારંભ સૈન્ય બળથી થયો, હવે જનબળથી આગળ વધશે: PM
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
આજે ઓપરેશન સિંદૂરની સફળતામાં સૈનિકોના સન્માનમાં ગાંધીનગર જિલ્લા પંચાયતથી મહાત્મા મંદિર સુધી અઢી કિ.મી.નો રોડ શો પૂર્ણ કરી પીએમ મહાત્મા મંદિર પહોંચ્યા હતા. વડાપ્રધાનની સાથે રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહરાજ્યમંત્રી સંઘવી, કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ સહિતના નેતાઓ જોવા મળ્યા હતા. વડાપ્રધાન મોદીએ રૂ.5,536 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરીને જનસભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે વિદેશી વસ્તુઓ ના ખરીદી ઓપરેશન સિંદૂરને સફળ બનાવવાનું છે, આ વખતે બધું કેમેરાની સામે કર્યું એટલે કોઈ પુરાવા નહીં માંગે. આ ઉપરાંત મોદીએ 55 મિનિટના ભાષણમાં કાંકરિયા-અટલબ્રીજની ટિકિટનું રહસ્ય પણ ખોલ્યું હતું.
સંબોધનમાં પીએમ કહ્યું, મેં કાંકરિયાનું પુન: નિર્માણનું કામ કર્યું અને તેમા પણ ટિકિટ લગાવી, તો કોંગ્રેસે આંદોલન કર્યું, કોર્ટ સુધી પહોંચી ગયા. પરંતુ એ નાનકડા પ્રયાસે આજે કાંકરિયાને બચાવીને રાખ્યું છે. આજે દરેક સમાજનો વર્ગ સુખ શાંતિથી ત્યાં જાય છે. અટલ બ્રિજ વખતે પણ એવું જ થયું હતું. જ્યારે હું ઉદ્ધાટન કરવા આવ્યો ત્યારે ઉદ્ધાટન પહેલાં જ પાનની પિચકારીઓ જોવાતાં મેં કીધુ કે આના પર ટિકિટ રાખો, તો ઘણા લોકોએ કીધુ કે સાહેબ ચૂંટણી છે, પણ મેં દિલ્હી જઇને ફરીથી ફોન કર્યો કે ટિકિટ લગાવી કે નહીં?. અમે ટિકિટ પણ લગાવી અને ચૂંટણી પણ જીત્યા એટલે જ કહું છું કે, વિકાસ ક્યારેય સમાજ વિરોધી નથી હોતો.
25 વર્ષ પહેલાં વિદેશથી કોઇ આવતું હોય તો લિસ્ટ મોકલતા હતા કે આ લેતા આવજો, અત્યારે વિદેશથી કોઇ આવે તો સામેથી પુછે છે કે કઇ લાવવું છે? અને આપણે કહીએ છીએ કે ના અહીં બધુ ઉપલ્બ્ધ છે. આપણે લોકલ ફોર વોકલ, વન ડિસ્ટ્રીક વન પ્રોડક્ટ વેચવાની છે.
6 મેની રાત, ઓપરેશન સિંદૂરનો પ્રારંભ સૈન્ય બળથી થયો હતો પણ હવે જનબળથી આગળ વધશે. દરેક માણસ દેશના વિકાસ માટે ભાગીદાર બને. દેશની ઇકોનોમીને 03 નંબર લાવવા આપણે વિદેશી માલ નથી વેચવાનો, સ્વદેશી અપનાવવું છે અને ઓપરેશન સિંદૂરને સફળ બનાવવાનું છે. 2047માં ભારતની આઝાદીના 100 વર્ષ થાય ત્યાં સુધીમાં આપણે દેશને એક અલગ ઉંચાઇએ લઇ જવાનો છે.
આ વખતે બધું કેમેરાની સામે કર્યું એટલે કોઈ પુરાવા ના માગે; મોદીએ 55 મિનિટના ભાષણમાં કાંકરિયા-અટલબ્રિજની ટિકિટનું ખોલ્યું રહસ્ય
- Advertisement -
ગિફ્ટ સિટીનો મેપ તૈયાર કર્યો ત્યારે લોકો હસતા હતા: PM
જ્યારે ગિફ્ટ સિટીનો મેપ તૈયાર કર્યો ત્યારે લોકો હસતા હતા કે, આવડી મોટી બિલ્ડિંગો થોડી બને પણ આપણે કરીને બતાવ્યું. હવે દેશનું દરેક રાજ્ય કહે છે કે, અમારે પણ એક ગિફ્ટ સિટી જોઇએ છે. એટલે આપણે નિર્ધાર કરીને જીત મેળવાની છે. આવનારા દિવસોમાં આપણે ટુરિઝમ પર વધારે ધ્યાન આપવાનું છે. આપણે કચ્છના રણમાં વિદેશીઓને લાવતા કરી દીધા છે. આપણે નિર્ધાર કરીએ તો ગમે તે કરી શકીએ છીએ. સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને વડનગરનું મ્યુઝિયમ જોવા દુર દુરથી લોકો આવે છે. વડનગરમાં 2800 વર્ષ જૂના પુરાવા મળ્યા છે. હવે અમે લોથલમાં મ્યુઝિયમ બનાવીએ છીએ. 5000 વર્ષ પહેલાં ડંકો વાગતો હતો એ વારસો ઉજાગર કરવાનો છે.



