પશુ પાલકોને માલઢોર માટે પીવાનું પાણી શોધવા માટે જવું પડે છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.26
રાજ્ય સરકારના છેવાડા સુધી પાણી પહોંચાડવા માટે અનેક યોજના અને કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો છે પરંતુ કેટલાક વિસ્તારો આજેય પીવાના પાણી માટે અનેક કિલોમીટર દૂર રઝળે છે. મૂળી તાલુકાના વડધ્રા ગામે પણ કઈક આવું જ સ્થિતિનું નિર્માણ થયું છે જેમાં વડધ્રા ગામે છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણી માટે મુશ્કેલી ભોગવી રહ્યા છે જ્યારે ગ્રામજનોને તળાવમાં પીવાનું પાણી આવે છે તે પણ ખૂબ જ ગંદુ હોવાથી પીવા લાયક નથી અને મોટાભાગે અહીંના ગ્રામજનો પશુ પાલન કરતા હોવાથી પશુઓને પીવડાવા માટે પાણીની શોધમાં અન્ય સ્થળે જવું પડતો હોવાનો આક્ષેપ કરાયો છે જ્યારે ગ્રામજનો દ્વારા પીવાના પાણી માટે અનેક વખત ગ્રામ પંચાયત, તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર સુધીના અધિકારીઓને રજૂઆત પણ કરી છે પરંતુ આજદિન સુધી પાણીના પ્રશ્ને યોગ્ય નિકાલ આવ્યો નથી આ સત્યે ગ્રામ પંચાયતે પશુઓ માટે પાણીના અવાડા બનાવ્યા છે પરંતુ જ્યારથી અવાડા બનાવ્યા ત્યારથી જ ખાલીખમ જોવા મળે છે જેથી ગ્રામજનો દ્વારા તાત્કાલિક પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરી છે.



