ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ જિલ્લાના કેશોદ પાસે રંગપુરના સીમાડે મૌનીબાપુનો અનસૂયા આશ્રમ આવેલો છે. મૌનીબાપુ છેલ્લા પચાસ વર્ષથી આશ્રમમાં રહેતા હતા અને જીવ્યા ત્યાં સુધી કદી બહાર નીકળ્યા ન્હોતા. મૌનીબાપુનું સાધુ જીવનનું નામ રામપુરી ગુરુ કિસનપુરી હતું. તેઓ જૂના અખાડાના મહાત્મા હતા. રામપુરી મહારાજે આજીવન મૌન વ્રત રાખેલું એટલે તેઓ મૌનીબાપુથી ઓળખાતા. તેઓ જૂના અખાડાના મહાત્મા હતા. તેમને દત્ત મહારાજ ગિરનારી અને ધૂણાનું સેવન ઇષ્ટ હતા.
એક વર્ષે બાપુએ ભાગવત સપ્તાહ બેસાડી. તેમાં પૈસા ખૂટી પડ્યા. હવે તાત્કાલિક પૈસા કાઢવા ક્યાંથી ? સેવકો બાપુ પાસે આવ્યા અને મૂંઝવણ વ્યક્ત કરી. એ સમયે બાપુ ફળિયામાં ઝાડવા નીચે ઊભા હતા.
- Advertisement -
ભ્રમણ કરતાં કરતાં મૌનીબાપુ ગિરનારની યાત્રા કરીને અજાબના સીમાડે આવેલા કલીમલહારીબાપુના આશ્રમે આવ્યા. કલીમલીબાપુએ તેમને આશીર્વાદ આપ્યા અને કહ્યું, “ક્યાંક આશ્રમ ચેતાવી સ્થિર થઈ ભજન કરવા માંડો. અહીંથી તમે આથમણી દિશા તરફ ચાલતા જાઓ અને જ્યાં નાગ આડો ઊતરે ત્યાં ચીપિયો ખોડીને બેસી જજો.” કલીમલીબાપુની આજ્ઞા અનુસાર મૌનીબાપુ ચાલતા થયા. આગળ વધતા રંગપુરના સીમાડે નાગ આડો ઊતર્યો, એટલે તેઓ ત્યાં જ બેસી ગયા !
તેમણે ઝાડવું ખંખેરવા માંડ્યું અને પૈસાના ઢગલા થયા ! આવા સિદ્ધ મહાત્મા શ્રી મૌનીબાપુ દિનાંક 07-05-2025ના દિવંગત થયા હતા અને 22-05-2025ના તેમનો ભંડારો રાખવામાં આવ્યો છે. જેમાં રંગપુર અને આજુબાજુનાં અન્ય પાંચ ગામોને ધૂમાડાબંધ જમાડવામાં આવ્યાં છે.



