જૂનાગઢ જિલ્લામાં PMJAY વિશેષ મેગા ડ્રાઇવ યોજાઇ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
- Advertisement -
જૂનાગઢ જિલ્લામાં એનએફએસએના લાભાર્થીઓ માટે પીએમજેએવાય કાર્ડ કાઢવા વિશેષ મેગા ડ્રાઇવ યોજાઈ હતી. જેમાં છેલ્લા દસ દિવસમાં 55000 થી વધુ લાભાર્થીઓના પીએમજેએવાય કાર્ડ કાઢવામાં આવ્યા.
જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં એનએફએસએના લાભાર્થીઓ માટે પીએમજેએવાય કાર્ડ કાઢવા વિશેષ મેગા ડ્રાઇવ યોજાઈ હતી. જેમાં છેલ્લા દસ દિવસમાં 55000થી વધુ લાભાર્થીઓના પીએમજેએવાય કાર્ડ કાઢવામાં આવ્યા હતા. તેમજ જૂનાગઢ જિલ્લાના કોર્પોરેશન તથા ગ્રામ્ય વિસ્તાર મળીને એનએફએસએ કેટેગરીના કુલ 5,29,000 પીએમજેએવાય કાર્ડ નીકળી ગયા છે. પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અંતર્ગત વિવિધ કેટેગરીના લાભાર્થીઓને કુટુંબ દીઠ કુલ વાર્ષિક 4 લાખથી ઓછી આવક ધરાવતા પરિવારને રૂ. 10 લાખના કુલ 2700 થી વધુ પ્રકારના રોગ તથા ઇમરજન્સી સેવાનો લાભ સરકારી તેમજ યોજના હેઠળ જોડાયેલી ખાનગી હોસ્પિટલમાં કેશલેશ કરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં ગામદીઠ અને નગરપાલિકામાં વોર્ડ વાઇઝ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે આરોગ્ય વિભાગે વિવિધ વિભાગો સાથે સંકલન કરી રાત્રી કેમ્પ કરી છેલ્લા દસ દિવસમાં 55 હજાર જેટલા કાર્ડ કાઢવામાં આવ્યા છે.



