જૂનાગઢ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા રોજ ચોપડા વિતરણનો કાર્યક્રમ શ્યામવાડી ખાતેથી શુભારંભ કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના પ્રમુખ વિવેકભાઈ ડી. ગોહેલ, મંત્રી દિનેશભાઈ કાચા, ટ્રસ્ટી કાળુભાઈ ચોટલિયા, કિશોરભાઈ ચોટલિયા, રસિક ભાઈ મોરવાડિયા, કલ્યાણજીભાઈ પરમાર, રાજુભાઈ સોલંકી, બાલાભાઈ કાચા, મનોજભાઈ વાઘેલા, હરેશભાઈ ચાવડા ટ્રસ્ટી અને શ્રીશ્યામ વિદ્યાલયના પ્રમુખ જે.કે.ચાવડા, હાર્દિક જેઠવા, સેવા સંસ્થા પ્રમુખ નિશાંત ચૌહાણ, ભરતભાઈ ભાલિયા, કમલેશ મારૂ, જયેશભાઈ મોરવાડિયા તથા સમાજ શ્રેષ્ઠીઓ હાજર રહ્યા હતા. જયારે એક ચોપડાની બજાર કિંમત રૂ.55 જેવી છે જે માત્ર રૂ.20 માં વિતરણ કરવામાં આવેલ. જેથી ચોપડા લેનાર તમામે પણ આ બાબતે આનંદ વ્યક્ત કર્યો હતો અને આ કાર્યને બિરદાવ્યું હતું.
જૂનાગઢમાં ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા રાહતદરે ચોપડા વિતરણનો પ્રારંભ

Follow US
Find US on Social Medias