ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
ન્યાયખાતામાં ફરજ બજાવતા વિસાવદરના પ્રિન્સિપાલ સીવિલ જજ એસ.એસ.ત્રિવેદીની ફરજના ભાગ રૂપે વિસાવદર ખાતેથી બદલી થતા બાર એસોસિએશનની પરંપરા મુજબ તેઓના ભવ્ય વિદાય સમારંભનું આયોજન કરવામાં આવેલ હતું.
- Advertisement -
વિસાવદર ખાતે ફરજ બજાવી અન્ય સ્થળે બદલી થતા દરેક જજ ત્રિવેદીને વિદાય તો આપવામાં આવતી હોય છે, પરંતુ વિસાવદર ફરજ બજાવતા પ્રિન્સપાલ સિવિલ જજ એસ.એસ.ત્રિવેદીની ત્રણ વર્ષની કામગીરી તથા ન્યાયપૂર્ણ ચુકાદાઓ તથા ઝડપી ન્યાય અને કામની સૂઝબૂજ તથા લોક અદાલતો દ્વારા સમાધાન કરી વલણ અપનાવી પક્ષકારોને બિનજરૂરી ધક્કા ના થાય તેવા હેતુથી અને ઝડપી ન્યાય મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવેલ હતા. આ વિદાયની વેળાએ બાર એસો.ના વકીલશ્રીઓ દ્વારા તેમના અનુભવો શેર કરી પ્રસંગને અનુરૂપ ઉદબોધનો આપવામાં આવેલ હતા. વિસાવદર કોર્ટના વકીલો દ્વારા જજ ત્રિવેદીસાહેબને ભવ્ય વિદાય આપવામાં આવેલ હતી અને પુષ્પવર્ષા કરવામાં આવેલ હતી. કાર્યક્રમના અંતે જજ ભાવવિભોર થઈ વિસાવદર વકીલ મંડળ તરફથી એક પરિવારના સદસ્ય તરીકે જે પ્રેમ મળ્યો છે તે તેમના માટે કાયમી સંભારણું બની રહેશે અને વકીલ મંડળ સાથેનો નાતો ક્યારેય ભુલાશે નહિ તેવી લાગણી વ્યક્ત કરવામાં આવેલ હતી. તેમ બાર એસોસિએશનના પ્રમુખ નિતેશભાઈ દવેની એક યાદીમાં જણાવેલ છે.



