ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
ડુંગર પોલીસ સ્ટેશનમાં વાહન અકસ્માતમાં મોત નિપજાવનાર અન-ડિટેક્ટ ગુન્હાના આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો હતો. આ કામની હકીકત એવી છે કે, ડુંગર પોલીસ સ્ટેશનના પાર્ટ ગુ.ર.ન 11193062250 124/20245 ઇગજ. કલમ 106(1), 281, 125(એ), 125(બી), તથા એમ.વી.એકટ કલમ 177,184,134 મુજબનો ગુન્હો તા.06/05/2025 ના રોજ બનવા પામેલ અને આ કામેનો ગુન્હો અન-ડિટેક્ટ હોય જે ગુન્હાના કામનો આરોપી અકમાતનો ગુન્હો કરીને નાસી ગયેલ હોય જેથી આરોપીને સી.સી.ટી.વી. કેમેરા તથા હ્યુમન સોર્સ તેમજ ટેકનીકલ સોર્સના આધારે ચાંવડ ચેક પોસ્ટ ખાતેથી ચંદ્રપ્રકાશ શિવપુજનને ઝડપી પાડયો હતો. આ કામગીરીમાં ડુંગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એસ.પલાસ, બહાદુરભાઇ વાળા, વનરાજભાઇ ધાખડા, દોસ્તમહમદ ગાહા, યુવરાજસિંહ વાળા, રવીરાજભાઇ ધાખડા, પ્રતાપભાઈ બોરીચા તથા ડુંગર પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.



