આ વખતે T20 વિશ્વકપ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના આયોજન હેઠળ રમાનાર છે. જેનુ આયોજન ઓમાન અને યુએઇમાં કરવામાં આવ્યુ છે. જેને લઇ હાલમાં તેમાં ભાગ લેનાર દેશોની ટીમોને જાહેર કરવામાં આવી રહી છે.

આગામી મહિને UAE માં T20 વિશ્વકપ રમાનારો છે. જેને લઇને વિશ્વભરની તમામ ક્રિકેટ ટીમોએ ક્રિકેટના ઝડપી રમતના ફોર્મેટા સર્વોચ્ચ ટાઇટલને જીતવા માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. આ પહેલા યુએઇમાં IPL 2021 ની આગળની મેચો રમાનારી છે. જે કોરોનાને લઇને ભારતમાં સ્થગીત કરી દેવામાં આવી હતી. T20 વિશ્વકપ જેવી સૌથી મોટી ઇવેન્ટમાં ઇંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ હિસ્સો નહી લે. બેન સ્ટોક્સ વિસ્ફોટક બેટ્સમેન તરીકે મનાય છે અને તેના ચાહકો વિશ્વભરમાં છે.
આ વખતે T20 વિશ્વકપ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના આયોજન હેઠળ રમાનાર છે. જેનુ આયોજન ઓમાન અને યુએઇમાં કરવામાં આવ્યુ છે. જેને લઇ હાલમાં તેમાં ભાગ લેનાર દેશોની ટીમોને જાહેર કરવામાં આવી રહી છે. આઇસીસીને 10 સપ્ટેમ્બર સુધીમાં ટુર્નામેન્ટમાં હિસ્સો લેનાર દેશોએ તેમની ટીમની યાદી રજૂ કરવાની છે.
- Advertisement -
આ માટે આજે બુધવારે ઇંગ્લેન્ડની ટીમ તેમની 15 સભ્યોની યાદી જાહેર કરી શકે છે. ટીમની પસંદગીના પહેલા એ વાતની ચર્ચા ખૂબ જ થવા લાગી છે કે, બેન સ્ટોક્સ T20 વિશ્વકપમાં હિસ્સો લેનાર નથી. લંડનના મીડિયા રિપોર્ટનુસાર બેન સ્ટોક્સ હાલમાં ક્રિકેટના મેદાનમાં પરત નહી ફરે. પસંદગીકારો પણ તેને T20 વિશ્વકપની ટીમથી અલગ રાખનારા છે.
પહેલાથી જ લઇ ચુક્યો છે બ્રેક
બેન સ્ટોક્સ આંગળી પરની ગંભીર ઇજા અને માનસિક સ્વાસ્થ્યને લઇને તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી બ્રેક જાહેર કરી ચુક્યો છે. સ્ટોક્સ IPL 2021 ટૂર્નામેન્ટની આગળની મેચોમાં પણ હિસ્સો લેનાર નથી. તો વળી તેની ઇજાને ધ્યાનમાં લેતા તે આગામી 2022 સુધી મેદાનમાં પરત ફરી શકે એવી શક્યતાઓ જણાતી નથી. જેને લઇને રિપોર્ટનુસાર ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે સ્ટોક્સની સાથે કોઇ વાતચીત નથી કરી. તેના પરત ફરવા અંગે કોઇ સમય મર્યાદા પણ નિશ્વિત કરવામાં આવી નથી.
આ પહેલા ઇંગ્લેન્ડ ટીમના મુખ્ય કોચ ક્રિસ વુડ પહેલા જ એ વાત સ્પષ્ટ કરી ચુક્યા છે કે, સ્ટોકસના નિર્ણયનુ સન્માન કરવુ જોઇએ. કોચે કહ્યુ હતુ કે, તેને સારા માહોલની જરુર છે. તે જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરવા ઇચ્છે ત્યારે તે તેની જાણકારી આપી શકે છે.