મહિલાઓ સાથે છેતરપિંડી આચરી સોનાનો ચેઇન લઈ ફરાર
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.13
- Advertisement -
ધ્રાંગધ્રા શહેરમાં સોનુ, પૂર્ણ, ચાંદી સહિતની કિંમતી ધાતુને ચમકવાની લાલચ આપી છેતરપિંડી આચરી ગેંગ ફરી એક વખત સક્રિય થઈ છે. જેમાં શહેરના નરશીપરા વિસ્તારમાં રહેતા પરિવારની મહિલાઓ ઘરે એકલી હોય તેવા સમયે ગઈ કાલે સવારે બે અજાણ્યા ઈસમો આવી વાસણ ચમકવાનું પ્રવાહી હોવાનું જણાવી પિત્તળ અને કોપરાના વાસણ મંગાવી ચમકાવ્યા હતા જે બાદ ચાંદીને ચમકવાનું પણ પ્રવાહી પોતાની પાસે હોવાનું જણાવી ચાંદીના દાગીના મંગાવી તેને પણ ધોઈને આપ્યા હતા જે બાદ સોનાનું પ્રવાહી હોવાનું કહીને મહિલા પાસે સોનાનો ચેઇન મંગાવી વાતો વાતોમાં સોનાનો ચેઇન બદલી નાખી નાશી ગયા હતા જ્યારે મહિલાને સોનાનો ચેઇન લઈ ગયા હોવાની જાણ થતા સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો પરંતુ ત્યાં સુધીમાં તો આ બંને ગઠિયા નાશી છતાં હતા.
જમવા મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા શહેરના નરશીપરા વિસ્તારમાં રહેતા પરિવારની મહિલા ઘરે હોય તેવા સમયે બે અજાણ્યા ઈસમો વાસણ અને સોના ચાંદીના દાગીના ચમકવાની લાલચ આપી મહિલા પાસેથી વાસણ અને ત્યારબાદ સોનાનો ચેઇન મંગાવ્યો હતો અને મહિલાએ પણ પોતાના સગા હાથે આશરે એકાદ તોલાનો સોનાનો ચેઇન આ ગઠિયાને આપતા મહિલાને વાતે વળગાડી ચેઇન બદલી નાખી ત્યાંથી ચાલતી પકડી હતી જ્યારે મહિલા પોતાના ઘરમાં જઈને સોનાનો ચેઇન જોતા બદલાઈ ગયો હોવાની જાણ થતા તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો આ તરફ સ્થાનિક પોલીસની ટીમ દ્વારા આ બંને ગઠિયાઓની શોધખોળ આદરી છે.