દીવ SP સચિન યાદવનું સુચન
ખાસ-ખબર ન્યૂઝ ઈં ગિર-સોમનાથ, તા.13
- Advertisement -
સંઘપ્રદેશ દીવના તટીય વિસ્તારની દીવ એસ.પી. શ્રી સચિન યાદવે મુલાકાત લઈ ત્યાંની સ્થિતિ જાણી તથા માછીમારોને સૂચન કર્યું કે, તેઓ ઈન્ટરનેશનલ બોર્ડરને નહિ ઓળગવી, તેઓએ જણાવ્યું હતું કે, સ્થિતિ નોર્મલ થયા પછી સાવચેતી રાખવી, અને કોઈ શંકાસ્પદ વ્યકિત, હોટલોમાં રોકાયેલા પર્યટકો, વગેરેને વેરિફાઈડ કરવું પણ જરૂરી છે, સુરક્ષાના ભાગરૂપે બીચ પર વોટર એક્ટિવિટી બઁધ કરવામાં આવી છે. હાલ લગ્નની સિઝન છે જેને લઈ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તેઓને ફટાકડા તથા હાયર સાઉન્ડ પર પ્રતિબન્ધ લગાડવામાં આવ્યો છે.સાથે તેઓએ પરમિશન વગર કોઈ પણ વ્યક્તિએ ડ્રોન નહિ ચલાવવાની પણ મનાઈ ફરમાવી હતી.



